• Gujarati News
  • ભુજ પાલિકાના ૩૩ કર્મી હાજર ન થતાં મેમો અપાયો

ભુજ પાલિકાના ૩૩ કર્મી હાજર ન થતાં મેમો અપાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ નગરપાલિકાના ૩૩ જેટલા કર્મચારીને સ્વાતંત્રયદિનની વિશેષ ઉજવણીમાં વધારાની ફરજ સોંપવામાં આવી હોવા છતાં તેઓ ફરજ પર હાજર ન થતાં તેમને મેમો આપવામાં આવ્યો હોવાનું જાણવા મળી
રહ્યું છે.
આ કેસની વગિત એવી છે કે, આ ૩૩ કર્મચારીને તા. ૧/૭ના ઓર્ડર કરવામાં આવ્યો હતો, પણ તેઓ પોતાની વધારાની ફરજ પર હાજર થયા ન હોવાથી ચીફ ઓફિસરે તેમને મેમો આપ્યો હતો. બીજીતરફ કર્મચારીઓનું એવું કહેવું છે કે, તેમને જે ઓર્ડર આપવામાં આવ્યો હતો તેમાં કયા સ્થળે, કેટલા વાગ્યે ઉપસ્થિત રહેવું તેવું કંઇ લખવામાં આવ્યું ન હોવાથી તેઓ હાજર થયા ન હતા. આ મામલે સુધરાઇના પ્રમુખ હેમલતાબેન ગોર સમક્ષ પણ રજૂઆત કરવામાં
આવી હતી.