તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • તાલાલાના ચિત્રાવડમાં માલધારી પર સિંહણ ત્રાટકી

તાલાલાના ચિત્રાવડમાં માલધારી પર સિંહણ ત્રાટકી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાલાલાનાં ચિત્રાવડ ગામ નજીકનાં જંગલ વિસ્તારમાં ઘેંટા-બકરાં ચરાવી રહેલા માલધારી યુવાન પર સિંહણે હુમલો કરીને ગંભીર ઇજા પહોંચાડતાં જૂનાગઢ સારવારમાં ખસેડાયો છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ તાલુકાનાં ચિત્રાવડ(ગીર) ગામનાં ચીનાભાઇ સુરાભાઇ ભરવાડ (ઉ.વ.૪૨) આજે બપોરનાં ચાર વાગ્યાનાં અરસામાં ધરૂડીયા જંગલ વિસ્તારમાં ઘંેટા - બકરા ચરાવી રહયો હતો ત્યારે અચાનક પાછળથી સિંહણે આવી ચઢી પંજાની થપાટ મારી પછાડી દીધેલ અને શરીરમાં અનેક જગ્યાએ તિક્ષ્ણ નહોર બેસાડી દીધા હતાં. પરંતુ માલધારી યુવાને બચાવમાં સામે પથ્થર મારતાં સિંહણ નાસી ગઇ હતી. આ બનાવનાં પગલે ૧૦૮નાં ડો.રાજુબેન સોસા અને પાયલોટ રાજેશ પટેલે સ્થળ પર પહોંચી ગંભીર રીતે ઘાયલ માલધારી યુવાનને તાલાલા સરકારી હોસ્પિટલે લઇ આવતાં ત્યાં ડો.કોડીયાતર અને ભરતભાઇ વાણિયાએ પ્રાથમિક સારવાર આપી જૂનાગઢ રીફર કરવાનું કહેતાં આરએફઓ એ.ડી. બ્લોચની સુચના હેઠળ રેન્જ કચેરીની બોલેરો વાનમાં જૂનાગઢ લઇ જવામાં
આવ્યો હતો.