તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • અંતે કોડાયના ક્રિકેટ ગ્રાઉન્ડમાંથી ગ્રામ પંચાયતે દબાણ હટાવ્યું

અંતે કોડાયના ક્રિકેટ ગ્રાઉન્ડમાંથી ગ્રામ પંચાયતે દબાણ હટાવ્યું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવી તાલુકાના કોડાય ગામે ક્રિકેટ ગ્રાઉન્ડમાં થયેલાં દબાણને સફાળી જાગી ઉઠેલી ગ્રામ પંચાયત દ્વારા દૂર કરાયું હતું.
બપોરે ત્રણ વાગ્યાના આરસામાં પોલીસ બંદોબસ્ત સાથે સરપંચે મેદાન પર થયેલું ગેરકાયદે બાંધકામ દૂર કરાવ્યું હતું.
દબાણ હટાવ કામગીરીમાં હરદાસ ગઢવી, લાલજી નાનજી, મેહૂલ ઠકકર સહિતના અગ્રણીઓ જોડાયા હતા. આ ઉપરાંત મછલા વાસને પણ દબાણ મુકત કરાયો હતો.
અગાઉ મેદાનમાંથી દબાણ દૂર કરવા ક્રિકેટ પ્રેમીઓએ વારંવાર રજૂઆત કરી હતી જેનો સકારાત્મક પ્રતિસાદ સાંપડતાં ખેલાડીઓમાં આનંદની લાગણી ફેલાઇ હતી. અને ફરીથી આ જગ્યાએ દબાણ ન થાય તે માટે ગામ લોકો તથા પંચાયત સજાગ રહે તેવી માગણી પણ કરવામાં
આવી હતી.