તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • જામનગરમાં એનિમલ હેલ્પલાઇન

જામનગરમાં એનિમલ હેલ્પલાઇન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરમાં એમ.પી.શાહ ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત માનવ મંદિર તથા ડો. વી.એમ. શાહના સહયોગથી એનીમલ હેલ્પલાઇન શરૂ કરી પશુ-પંખી માટે તત્કાલ સારવાર માટે એમ્બ્યુલન્સ દ્વારા હરતું ફરતું દવાખાનું તા. ૬થી શરૂ થવા જઇ રહ્યું છે.
જેમાં કોઇપણ બીનવારસુ પશુ-પંખીને તાત્કાલિક સારવાર કરી તેમને બચાવવાનો પ્રયાસ કરવામાં આવશે. એમ.પી.શાહ ચેરીટેબલ ફાઉન્ડેશનના ટ્રસ્ટી અશોકભાઇ શાહ જણાવ્યું હતું કે ૬ જુલાઇના દિવસને ડબલ્યુએચઓએ વર્લ્ડ ઝુનોસીસ ડે તરીકે જાહેર કર્યો છે. ઝુનોસીસ એટલે પશુઓમાંથી માનવમાંથી પશુઓમાં ફેલાતા રોગો. આથી આ દિવસે આ હેલ્પલાઇન શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોઇપણ બિનવારસુ પ્રાણી કે પંખી અકસ્માતે કે કુદરતી ખોડ-ખાંપણ કે માંદા-સાજા જણાય તો ઇમરજન્સી સારવાર માટે એનીમલ હેલ્પલાઇનના (૯૨૨૭૫૫૫૧૦૮) પર ફોન કરવાથી સંપૂર્ણ સુવિધા સાથેની એમ્બ્યુલન્સ કે જેમાં વેટરનરી ડોકટર, હેલ્પર અને જરૂરી દરેક મેડીકલ સુવિધા ધરાવતા સાધનો સાથે સ્થળ ઉપર જ સારવાર કરી તેમને તાત્કાલિક રાહત આપી જરૂર પડયે જરૂરી દેખરેખ હેઠળ તેમનો જીવ બચાવી શકાય અને સારી રીતે નભિાવ થઇ શકે તેવ પ્રયત્નો કરવામાં આવશે. અભિયાનની સાથે તા.૬ના કરૂણા ફાઉન્ડેશન-રાજકોટ તથા નાયબ પશુપાલન નિયામક, વેટરનરી પોલી કલીનીક, પશુપાલન ખાતું, ગુજરાત રાજ્યના સહયોગથી વિના મુલ્યે હડકવા રસીકરણ તેમજ બીમાર કુતરાઓની સારવાર કેમ્પનું આયેાજન મોદી સ્કુલ સામે સવારે ૧૦ થી ૧ કરવામાં આવ્યું છે. બીનવારસુ પશુ-પંખીઓને રોજી સારવાર પૂરી પાડવા દિવસ દરમ્યાન સવારે ૧૦ થી સાંજે ૬ વાગ્યા સુધી સંપર્ક કરવો.