• Gujarati News
  • ખંભાિળયા : કરજ વધી જતાં યુવાને મોત મીઠું કર્યું

ખંભાિળયા : કરજ વધી જતાં યુવાને મોત મીઠું કર્યું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાિળયા તાલુકાના આહેરસિંહણ ગામે રહેતાં હમીર મંગાભાઇ બગડા નામના ૨૭ વર્ષના ચમાર યુવાને ગત તા.૩૦મીના રોજ ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા ખાઇ લેતાં તેને વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ સારવાર કારગર નહી નીવડતા યુવાને હોસ્પિટલના બિછાને દમ તોડી દીધો હતો. ચાર સંતાનોના પિતા અને ડ્રાઇવીંગ કામ કરતાં હમીર બગડાને છેલ્લાં કેટલાંક સમય થયા કરજ વધી જવાથી તેણે આ પગલું ભરી લીધું હોવાની જાણ તેના મોટાભાઇ ધીરૂભાઇ બગડાએ પોલીસમાં કરી હતી. આપઘાતના આ બનાવે નાના એવા આહેરસિંહણ ગામમાં આઘાતની લાગણી પ્રસરાવી છે. પોલીસે આ બનાવની વિધીવત તપાસ હાથ ધરી છે.