તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • જામનગરમાં તલવાર ઝીંકી બંદૂકની લૂંટ

જામનગરમાં તલવાર ઝીંકી બંદૂકની લૂંટ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરમાં સમર્પણ સર્કલ સામે શિવલહેરી હોટલ ધરાવતા ભાયાભાઇ વજશીભાઇ હાથલિયા પર ગત મોડી રાત્રે ઢીંચડા ગામના જાફર જુસબ કોટાઇ, આરીફ ઉફેઁ ઉકો ઇસ્માઇલ, અસ્લમ અનવર અને સલમાન અનવર નામના શખ્સોએ તલવાર, છરી અને પાઇપ વડે હુમલો કર્યો હતો. જેમાં ભાયાભાઇને ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા હતાં. આ બનાવની ઘાયલ ભાયાભાઇએ નાશી છુટેલા આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપીઓને ઘાયલના પુત્ર સાથે જમવા બાબતે ઝઘડો થયો હતો. જેમાં વચ્ચે પડતા ચારેયએ હુમલો કરી, ઘાયલ ભાયાભાઇની લાયસન્સવાળી બાર બોરની બંદૂક લૂંટી નાશી ગયા હોવાનું નિવેદન આપ્યુ હતું.