તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • જામનગરની ભાગોળે બાઇકની ઠોકરે વૃધ્ધનું મોત

જામનગરની ભાગોળે બાઇકની ઠોકરે વૃધ્ધનું મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર શહેરની ભાગોળે ખંભાિળયા રોડ પર પૂરઝડપે દોડતા મોટરસાઇકલે ઠોકર મારતા સાઇકલ સવાર વૃધ્ધનું મૃત્યુ નપિજયુ છે. વૃધ્ધ સ્વામીનારાયણ મંદિરે દર્શન કરી પરત ફરતા હતાં. ત્યારે બાઇક ચાલક ઠોકર મારી નાશી છુટયો હતો.
જામનગર નજીક સર્જાયેલા અકસ્માતની વગિત મુજબ, નવાગામ ઘેડ વિસ્તારમાં માતૃઆશિષ સોસાયટીમાં રહેતાં અમરશીભાઇ કરશનભાઇ લીંબડ (ઉ.વ.૭૦) રવિવારે રાત્રે સાડા નવેક વાગ્યે ખંભાિળયા રોડ પર આવેલા સ્વામીનારાયણ મંદિરે દર્શન કરી પરત ફરતા હતાં. જ્યારે સમર્પણ હોસ્પિટલ નજીક પુરઝડપે ધસી આવેલા જીજે-૧૦-એએફ-૫૩૭૮ નંબરના બાઇક ચાલકે સાઇકલ સવાર વૃધ્ધને જોરદાર ઠોકર મારી અકસ્માત નપિજાવ્યો હતો. જેમાં વૃધ્ધને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેમને તાત્કાલીક હોસ્પિટલ ખસેડાયા હતાં.
પરંતુ ટુંકી સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નપિજયુ હતું. આ બનાવ અંગે મૃતકના પુત્રએ છુટેલા બાઇક ચાલક સામે ફરિયાદ નોંધાવતા સીટી-બી ડિવીઝન પોલીસે ફરિયાદ નોંધી બાઇક ચાલકની શોધખોળ હાથ ધરી હતી.