તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • વરસાદનો બીજો રાઉન્ડ ૧૬ જુલાઇ બાદ શરૂ થશે

વરસાદનો બીજો રાઉન્ડ ૧૬ જુલાઇ બાદ શરૂ થશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . આણંદ
આણંદ શહેર સહિત જિલ્લામાં વરસાદના વિરામથી વાતાવરણમાં ઉકળાટનું પ્રમાણ વધ્યું છે. વરસાદનો બીજો રાઉન્ડ ૧૬મી જુલાઇ બાદ શરૂ થવાની શકયતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તેમજ આગામી સપ્તાહમાં પ અને ૬ઢ્ઢી જુલાએ છુટોછવાયો હળવો વરસાદ થવાનો વર્તારો કરવામાં આય્યો છે.
આણંદ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર, સોમવારે મહત્તમ તાપમાન ૩૪.૭ ડિગ્રી લઘુત્તમ તાપમાન ૨૭.૨ ડિગ્રી, ભેજનું પ્રમાણ ૯૫ ટકા, પવનની ગતિ ૭.૧ કિમી પ્રતિ કલાક અને દિશા દક્ષિણ-પશ્ચિમ નોંધાઇ હતી. આણંદ શહેર સહિત જિલ્લામાં દિવસ દરમિયાન અંશત: વાદળછાયું રહ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી ઉકળાટ થતાં લોકો પરસેવે રેબઝેબ થઇ જતાં હતાં. આણંદ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના વડા ડો. વ્યાસ પાંડેએ જણાવ્યું હતું કે ‘હાલમાં કોઇ મેજર સિસ્ટમ ન હોવાથી વરસાદ થવાની શકયતા નથી. પ અને ૬ઢ્ઢી જુલાઇએ છુટાછવાયા વરસાદના હઇવા ઝાપટા થઇ શકે છે. સિસ્ટમ ડેવલપ થાય તો ૧૬મી જુલાઇ બાદ વરસાદ થવાની સંભાવના છે.’અંશત: વાદળછાયું વાતાવરણ રહેશે
ભારત મોસમ વિજ્ઞાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ દરમિયાન અંશત: વાદળછાયુ વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે. રજીથી ૮મી જુલા સુધીમાં ૪થી ૨૦ મિમી વરસાદ થવાનો અને તાપમાનમાં એકાદ ડિગ્રીનો ઘટાડો થવાનો વર્તારો કરવામાં આવ્યો છે.
સપ્તાહમાં વરસાદ નહીં આવે તો નુકશાનની ભીતિ
ખેતીપ્રધાન આણંદ - ખેડા જિલ્લામાં ચોમાસુ સઝિનનું વાવેતર થઈ ચુકયું છે. બીજી તરફ જુન માસમાં થોડાં વરસાદને બાદ કરતાં બાકીના દિવસો ખાલી રહ્યાં છે. એક સપ્તાહથી જિલ્લામાં ક્યાંય વરસાદ પડ્યો નથી. જેને કારણે ખેડૂતોમાં ચિંતાની લાગણી પ્રસરી છે. આગામી એક સપ્તાહમાં વરસાદ નહીં વરસે તો ખેડૂતોને પિયત માટે અન્ય ±ાોતનો ઉપયોગ કરવો પડશે.