તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • હવે સ્મશાનમાં પણ વાઇફાઇ સુવિધા..!

હવે સ્મશાનમાં પણ વાઇફાઇ સુવિધા..!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાિળયાનું આદર્શ સ્મશાન-સ્વર્ગપુરી તેની કાયાપલટ બાદ આ સ્થળે એ.સી.હોલ માટે લંડન સ્થિત રધુવંશી સદગૃહસ્થ દ્વારા અનુદાન સાંપડયુ છે.આ સાથે વાઇ-ફાઇ સીસ્ટમ દ્વારા સ્મશાનમાં થતી અંતિમવિધિ દેશ િવદેશમાં વસતા સ્વજનો નહિાળી શકે તે માટેની આખરી તૈયારીઓ પણ થઇ રહી છે.
ખંભાિળયાના સ્મશાન-સ્વર્ગપુરીમાં અનેક નગરજનો-શ્રેષ્ઠીઓ, સેવાભાવી કાર્યકરો અને ટ્રસ્ટીઓ સાથે નગરપાલિકાના પુર્વ પ્રમુખ દિનેશભાઇ દત્તાણી વગેરેની જહેમત સાથે ઉમદા સહયોગથી આ સ્મશાનગૃહની કાયાપલટ અર્થે શરૂ થયેલુ કામ પણ હાલ પુર્ણતાના આરે પહોચ્યુ છે.
શહેરમાં આવેલી આ સ્વર્ગપુરીની અનોખી કાયા પલટ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ.૬૭ લાખની ગ્રાન્ટ નગરપાલિકાને ફાળવવામાં આવી હતી.ત્યારે જે તે સમયે તે વખતના ધારાસભ્ય મેધજીભાઇ કણજારીયા દ્વારા કામનું ખાતમુહુgત કરાયુ હતુ અને આ કાર્ય હાલ પુરજોશમાં ચાલુ છે.
થોડા સમય પુર્વે વર્તમાન ધારાસભ્ય પુનમબેન માડમના હસ્તે આ સ્મશાનગૃહના આગળના આકર્ષક ગેઇટને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
પાલિકાના પુર્વ પ્રમુખ અને કોર્પોરેટર દિનેશભાઇ દત્તાણીએ ખંભાિળયાના અને હાલ યુ.કે.સ્થિત રધુવંશી દાતા સદગૃહસ્થ કાનજીભાઇ થોભાણી તેમજ ખંભાિળયાના મનુભાઇ થોભાણી સાથે રવિવારે સ્વર્ગપુરીની મુલાકાત લેતા આ કામગીરી જોઇએ કાનજીભાઇ થોભાણીએ ખુબ જ સંતોષ વ્યક્ત કર્યો હતો.અંતિમ યાત્રામાં જોડાનારા સગા સંબ઼ધીઓ, કુટુંબીજનો, સ્નેહી મિત્રોને અગિ્ન સંસ્કારવિધિ ચાલુ રહે ત્યાં સુધી બેસવા માટે તૈયાર થઇ રહેલા ૧૪૦૦ ફુટના વિશાળ હોલને સેન્ટ્રલી એ.સી. બનાવવા માટે રૂ. બે લાખનું સ્વૈિચ્છક અનુદાન જાહેર કયું હતુ.
લંડન સ્થિત કાનજીભાઇની વતન પ્રત્યેની ઉમદા ભાવનાને સૌ કોઇએ બિરદાવી હતી.જિલ્લામાં સૌ પ્રથમ વખત ખંભાિળયાના સ્મશાનગૃહમાં એ.સી. હોલ બનશે.વાઇફાઇ દ્વારા અંતિમવિધિ નહિાળી શકાશે
ખંભાિળયાના સ્વર્ગપુરીધામમાં વાઇ ફાઇ ઇન્ટરનેટ કેમેરા મુકવામાં આવશે અને સ્વર્ગવાસ પામનારની અંતિમવિધિ(અગિ્ન સંસ્કાર વિધિ) દેશ િવદેશમાં વસતા તેમના સગા સંબંધીઓ, સ્નેહીઓ લાઇવ િનહાળી શકે તેવી આધુનિક સુવિધા પણ આગામી એકાદ માસમાં સંપન્ન થઇ જનાર હોવાનું પાલિકાના તત્કાલિક પ્રમુખ દિનેશભાઇ દત્તાણીએ જણાવ્યુ હતુ.