• Gujarati News
  • પલાણા બસસ્ટેન્ડ નજીકથી વિદેશી દારૂ ઝડપાયો

પલાણા બસસ્ટેન્ડ નજીકથી વિદેશી દારૂ ઝડપાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . નડિયાદ
નડિયાદ તાલુકાના પલાણા બસસ્ટેન્ડ નજીક પોલીસે ટોયેટો ગાડી તથા મારુતિ ફ્રિન્ટમાંથી પરપ્રાંતની વિદેશી દારૂ ઝડપી પાડÛો હતો.
વસો પોલીસ મથકના પોસઇ પી.ડી.બારોટ તથા સ્ટાફના જવાનો રવિવારે સાંજે પેટ્રોલિંગમાં બાતમી મળી હતી કે, પલાણા બસસ્ટેન્ડ નજીક એક ઇસમ ટોયેટો તથા મારુતિ ફ્રિન્ટમાં વિદેશી દારૂની હેરાફેરી કરે છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી કવોલિસ ગાડી નં. જી.જે.૧૮એ ૭૫૧૬ તથા મારુતિ ફ્રિન્ટ નં.જી.જે.૧૮ એ ૯૧૨૨માંથી પરપ્રાંતની વિદેશી દારૂની બોટલ નંગ બે તથા બીયર નંગ આઠ સહિત કુલ રૂ. ૧૫૦૦નો દારૂ મળી આવ્યો હતો. પોલીસે ગાડીના ચાલક ભૂપેન્દ્ર ઊફેઁ ભૂપેશ કાંતભિાઇ પટેલની અટકાયત કરી દારૂ સહિત કુલ રૂ. ૧,૭૬,૫૦૦નો મુદ્દામાલ હસ્તગત કર્યો હતો અને વસો પોલીસ મથકે ભુપેશભાઇ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.