તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • એસપીની પરીક્ષામાં ગેરરીતિનો વિવાદ વકર્યો: ડો.સી.એલ.પટેલે સૂચનો જારી કર્યા સી.ઝેડુમાં જે કાંઈ ગેર

એસપીની પરીક્ષામાં ગેરરીતિનો વિવાદ વકર્યો: ડો.સી.એલ.પટેલે સૂચનો જારી કર્યા સી.ઝેડુમાં જે કાંઈ ગેરરીતિ થઇ હોય, સીવીએમની સંસ્થામાં ન બને તેવાં સૂચનો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . આણંદ
પરીક્ષાલક્ષી કોઇપણ ગેરરીતિને ચારૂતર વિધ્યામંડળ (સીવીએમ) વખોડે છે. ન્યુ વલ્લભ વિધ્યાનગરમાં આવેલી સી.ઝેડ.કોલેજમાં પણ જે કંઇ ગેરરીતિ આચરવામાં આવી હોય તેવું સીવીએમની કોઇપણ સંસ્થામાં ના બને તેની તકેદારી રાખવા માટે ચેરમેન ડો. સી.એલ.પટેલે સૂચના આપી છે.
ચારુતર વિધ્યામંડળની કોઇપણ સંસ્થામાં પરીક્ષાલક્ષી ગેરરીતિઓ સહિતની કોઇપણ ગેરરીતિને સાંખી લેવામાં નહીં આવે, તેવું ભારપૂર્વક જણાવતાં ચારુતર વિધ્યામંડળના અધ્યક્ષ ડો. સી.એલ.પટેલે ઉમેયું હતું કે, આવી કોઇ ગેરરીતિમાં સંડોવાયેલા સી.ઝેડ.પટેલ કોલેજ ઓફ બિઝનેસ એન્ડ મેનેજમેન્ટના કર્મચારી વિરુદ્ધ સરદાર પટેલ યુનિવર્સિટીએ સૂચવેલી કાર્યવાહી જેવી જ કાર્યવાહી અગાઉ કરીને દોષિત બંને કર્મચારીને તાત્કાલિક અસરથી છુટા કરવામાં આવ્યા છે. સરદાર પટેલ યુનિવર્સિટીના વિદાય લેતાં કુલપતિ ડો. હરીશ પાઢે શનિવારે સી.ઝેડ.પટેલ કોલેજ ઓફ બિઝનેસ એન્ડ મેનેજમેન્ટના કેન્દ્રમાં પરીક્ષાને લગતી ગેરરીતિના પ્રકરણમાં આચાર્ય સહિત કેટલાંક અધ્યાપકોની યુનિવર્સિટીની માન્યતા રદ કરવા સહિતના કથિત ગેરકાયદે પગલાં લીધાં અને એનો વિવાદ નવી કાયદાકીય ગૂંચ ઊભી કરશે. સરદાર પટેલ યુનિવર્સિટીની સિન્ડિકેટને આ સમગ્ર બાબતથી અંધારામાં રાખીને કુલપતિએ સંબંધિત પ્રકરણમાં તપાસ સમિતિ રચી અને તેનાં અહેવાલને અંતિમ સ્વરૂપ અપાવા સામે સમિતિના એક સભ્યે ચોક્કસ કારણો આપીને અસંમતિ દર્શક અહેવાલ આપ્યો હોવા છતાં પોતાની મુદતના અંતિમ દિવસે કુલપતિએ આચાર્ય અને કેટલાક અધ્યાપકોની સામે પગલાં લેવા ઉપરાંત સમિતિની ભલામણ મુજબ પોલીસ કાર્યવાહી કર્યા સિવાય મનસ્વી નિર્ણય કરીને વિવાદનો નવો મધપૂડો છંછેડાયો હોવાનો આક્ષેપ કર્યો છે.
સી.ઝેડ.પટેલ પ્રકરણમાં જવાબદાર બે બિનશૈક્ષણિક કર્મચારીઓએ કબૂલાત આપ્યાં પછી તેમને મંડળે નોકરીમાંથી દૂર કરવાનું પગલું ભયું છે અને યુનિવર્સિટીને તેની જાણ પણ કરી છે તેમ છતાં કુલપતિએ પોતાને મનફાવે તેવા સભ્યોને લઇને તપાસ સમિતિ રચી. આવી સમિતિની રચના સિન્ડિકેટની માન્યતા માટે મુકવાનું જરૂરી લેખ્યા સિવાય, પોતાની રીતે જ તપાસ આગળ ચલાવી. આ તપાસમાં સી.ઝેડ.કોલેજના બધા જ કર્મચારીઓએ સહકાર આપ્યો. મહિલા અધ્યાપકો સહિતના કર્મચારીઓએ રાતના ૧૨-૧૨ વાગ્યા સુધી ચાલં રહેલી આ તપાસમાં હાજરી આપવી પડી અને આ તપાસના અહેવાલને અંતિમ સ્વરૂપ અપાતાં તપાસ સમિતિના અહેવાલ મુજબ કાર્યવાહી કરવાને બદલે કુલપતિએ આચાર્ય સહિતના અધ્યાપકોની યુનિવર્સિટીની માન્યતા રદ કરવા સહિતનાં પગલાં લેવાનું ગેરકાયદેસર અને મનસ્વી પગલું ભર્યું છે. તેમણે સમગ્ર કેસની પોલીસ તપાસનો આદેશ આપ્યો છે અને પોલીસને તપાસ સોંપાય તથા પોલીસ તપાસ કરીને કોઈ તારણ પર આવે તે પહેલાં જ કુલપતિએ અધ્યાપકો અને બીજા કર્મચારીઓની સામે પગલાં ભરવાનું પસંદ કર્યું છે, જે બાબત કાયદાકીય રીતે તર્કસંગત જણાતું નથી.
સી.ઝેડ. પટેલમાં જે થયું તે શરમજનક કહેવાય
‘સી.ઝેડ. પટેલમાં જે થયું તે ગેરકાયદેસર છે, જે ક્રિમીનલ કહી શકાય. સંસ્થામાં મોટાપાયે પૂર્વ આયોજીત કૌભાંડ ચાલી રહ્યું હતું. આ બાબત શરમજનક કહી શકાય. સિનિયર સુપરવાઈઝર, કો-ઓિર્ડનેટરના નેજા હેઠળ આવું કામ થતું હોય તેનાંથી વધારે બીજું શું હોઈ શકે? આવા શિક્ષકો, પ્રિિન્સપાલ સરદાર પટેલ યુનિવર્સિટીને ન શોભે. જે થયું છે તે બધુ કમીટિએ ૭૦૦ પાનાનો રિપોર્ટ કર્યો છે. આ રિપોર્ટ આધારે નિર્ણય લેવામાં આવ્યો છે.’
ડો. હરશિ પાઢ, પૂર્વ વાઈસ ચાન્સેલર, સરદાર પટેલ યુનિવર્સિટી, વિધ્યાનગર.
જ્ઞાનોદયમાં પણ સપિ્લમેન્ટરી બદલાયેલી
ચારૂતર વિધ્યામંડળે કરેલાં આક્ષેપ મુજબ, એસપી યુનિવર્સિટીની સિન્ડિકેટના બહુમતિ સભ્યોએ છેલ્લા એક વર્ષથી બાયોસાયન્સ વિભાગના પ્રોફેસર ડો.કિરણ કાલીયાએ પરીક્ષાઓમાં આચરેલી સહિત આવા બીજા કેસનો અહેવાલ સિન્ડિકેટમાં મુકવાનો આગ્રહ કર્યો હતો. યુનિવર્સિટીના પરીક્ષાભવન જ્ઞાનોદયમાં સપિ્લમેન્ટરી બદલવા ઉપરાંત માસકોિંપગના કેસ પણ યુનિવર્સિટીમાં અન્યત્ર થયા છે. આમછતાં યુનિવર્સિટીમાં આચરવામાં આવેલી ગેરરીતિના બીજા પ્રકરણો સામે આંખ મિચામણાં કરીને કુલપતિએ ઉપરોકત અહેવાલોથી સિન્ડિકેટને વાકેફ કરવાનું ટાળ્યું છે, જ્યારે સી.ઝેડ.પટેલ કોલેજના પ્રકરણમાં કુલપતિએ વિશેષ રસ લઇને વિદાય થવાના દિવસે જ કાર્યવાહી કરવાનું મનસ્વી પગલું ભર્યું હોવાનો પણ આક્ષેપ કર્યો છે.