તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • સ્ટાફના અભાવે ખંભાિળયા પંચાયત કચેરીનો વહીવટ ઠપ

સ્ટાફના અભાવે ખંભાિળયા પંચાયત કચેરીનો વહીવટ ઠપ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાિળયા તાલુકાની મહત્વની એવી તાલુકા પંચાયત કચેરીમાં છેલ્લા ઘણા સમયથી જરૂરી કલૉક સહિતની જગ્યાઓ ખાલી હોવાના કારણે કચેરીનો વહીવટ ખોરંભે પડતો હોવાની વ્યાપક ફરીયાદો ઉઠવા પામી છે.
જિલ્લાના મહત્વના તથા ૮૬ ગામો સાથેના ખંભાિળયા તાલુકાની તા.પં. કચેરીમાં છેલ્લા સાત વર્ષમાં ચૌદ તાલુકા વિકાસ અધિકારી બદલી ચુકયા છે!! જે પૈકી માત્ર બે જ ટી.ડી.ઓ. રેગ્યુલર રહયા બાદ બાર વખત ઇન્ચાર્જ ટી.ડી.ઓ. દ્વારા વહીવટી કામગીરી કરવામાં આવી હતી.
આ ઉપરાંત કચેરીમાં વિસ્તરણ અધિકારી(પંચાયત)ની જગ્યા આશરે ચારેક વર્ષથી, વિસ્તરણ અધિકારી (આંકડા)ની જગ્યા છેલ્લા આઠેક વર્ષથી અને મહત્વની એવી નાયબ હશિાબનીશની બે વર્ષથી જગ્યા ખાલી હોવા ઉપરાંત સીનીયર કલાર્ક(વહીવટ)ની બે જગ્યા એક વર્ષથી અને એકાઉન્ટન્ટ (કલૉક)ની એક જગ્યા પણ છેલ્લા ઘણા સમયથી ખાલી હોય,આ પ્રકારની સ્ટાફની અછતના કારણે આ કચેરીનું વહીવટી કાર્ય વિલંબમાં મુકાતુ હોવાથી અરજદારો ભારે હાલાકીમાં મુકાાઇ જાય છે. આ સાથે તાલુકાના ૮૬ ગામોના તલાટીનું મહેકમ પણ ૬૮નુ છે, જેમાંથી પણ આશરે પંદર તલાટીઓની જગ્યા ખાલી હોય, ૮૬ ગામો વચ્ચે હાલ ૫૩ જેટલા તલાટીઓ કામગીરી સંભાળી રહયા છે. હાલ લગભગ દરેક તલાટીઓ વધારાનો ચાર્જ સંભાળી રહયા છે.
આમ કચેરીમાં સ્ટાફ-તલાટીની વ્યાપક ઘટ પ્રશ્ને ઉચ્ચ અધિકારીઓએ તાકીદે જરૂરી પગલા લેવા જોઇએ તેવી વ્યાપક માંગ ઉઠી રહી છે.