તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • એક કન્ટેઇનર ઓખા નજીકના દરિયાકાંઠે તણાઇ આવ્યું

એક કન્ટેઇનર ઓખા નજીકના દરિયાકાંઠે તણાઇ આવ્યું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દુબઇથી કચ્છ તરફ આવી રહેલા શપિિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના એક જહાજમાંથી ખડી પડેલાં ૧૭ કન્ટેઇનરો પૈકીનું એક કન્ટેઇનર ઓખા નજીકના દરિયાકાંઠાથી મળી આવ્યું છે. આ કન્ટેઇનર તૂટેલી-ફૂટેલી હાલતમાં હોવાનું બહાર આવ્યું છે.
દુબઇથી કચ્છના મુંદ્રા બંદર તરફ આવી રહેલા એમ.વી. રાજીવગાંધી નામના કાર્ગો જહાજમાંથી ૧૭ જેટલાં કન્ટેઇનરો દરિયામાં પડી ગયા હતાં. આ અંગે મેરીટાઇમ બોર્ડ, કોસ્ટગાર્ડ તથા અન્ય એજન્સીઓને એલર્ટ કરવામાં આવી હતી.
દરમિયાન જહાજમાંથી ખડી પડેલા કન્ટેઇનરો પૈકી એક કન્ટેઇનર ઓખાના લાઇટ હાઉસ પાસેનાં દરિયાકાંઠે તણાઇ આવ્યું હોવાની જાણકારી મળતા મેરીટાઇમ બોર્ડના અધિકારીઓ, પોલીસ તથા અન્ય સતાવાળાઓ દોડી ગયા હતાં અને કન્ટેઇનરને બહાર કાઢવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી. સૂત્રોનાં જણાવ્યા અનુસાર કન્ટેઇનર તૂટેલી હાલતમાં હોવાનું અને ખાલી હોવાનાં કારણે ઓખાનાં કાંઠા સુધી તણાઇ આવ્યું હોવાનું મનાય છે. જો કે, સતાવાળાઓ દ્વારા આ અંગે તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.