તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ઈંટવાડામાં ૨ માસથી બંધક ૩૩ શ્રમિકોને છોડાવાયાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઈંટવાડામાં ૨ માસથી બંધક ૩૩ શ્રમિકોને છોડાવાયાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . નડિયાદ
ખેડા તાલુકાના સાખેજ તાબે બાલિયાપુરામાં આવેલાં ઈંટવાડાના સંચાલકો ગેરકાયદે ૩૩ શ્રમિકોને ગોંધી રાખીને તેમને મજૂરીનું વેતન નહીં આપીને પોતાના માદરે વતન છત્તીસગઢ જવા દેતા નોહતા. આ શ્રમિકોના સંબંધીઓએ જાંજગીર - ચાપાં ((છત્તીસગઢ)) જિલ્લા કલેક્ટરને જાણ કરતાં તેઓએ ખેડા જિલ્લા કલેક્ટરને પરિપત્ર મોકલીને ૨ માસથી બંધક બનાવેલાં શ્રમજીવીઓને મુક્ત કરવા કરી હતી. આ સંદર્ભે જિલ્લા કલેક્ટરે કરેલાં આદેશ મુજબ ઉચ્ચ અધિકારી તથા મામલતદાર સહિ‌ત પોલીસે ઈંટોના ભઠ્ઠા ઉપર દરોડો પાડીને બંધક બનાવેલાં ૩૩ શ્રમિકોને છોડાવ્યાં હતાં. આ સંદર્ભે ખેડા પોલીસે ઈંટોના ભઠ્ઠાનાં ચાર માલિક વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યાં મુજબ, સાખેજ તાબે બાલિયાપુરા વિસ્તારમાં લકીખાન, મુન્નાખાન, રાજેન્દ્રભાઈ અને લાલાભાઈના ઈંટોના ભઠ્ઠા આવેલાં છે. આ ભઠ્ઠા ઉપર છત્તીસગઢના શ્રમજીવીઓ પોતાનાં પરિવાર સાથે રહેતાં હતાં અને મજૂરીકામ કરતાં હતાં. જોકે, ચારેય ઈંટોના ભઠ્ઠાના માલિકો આ શ્રમજીવી પરિવારોને ધાકધમકી આપીને બંધક બનાવ્યાં હતાં. આ શ્રમિકોને મહેનતાણું પણ રાબેતા મુજબ નહીં આપીને તેમનું શોષણ કરતાં હતાં. તેમજ આ શ્રમિકો પાસે તેમનાં ઠેકેદારોએ રૂ. ૨૦ના કોરા સ્ટેમ્પ ઉપર અંગુઠા અને સહીઓ કરાવી લીધી હતી. શ્રમિકો તેમનાં માલિકો પાસે ઉપાડ માગે ત્યારે તેઓ નાણાં આપતાં નોહતા. શ્રમજીવીઓએ પોતાનાં પરિવાર સાથે વતન છત્તીસગઢ જવાની માગ કરી હતી ત્યારે ઉપરોક્ત ઈંટોના ભઠ્ઠાના માલિકોએ છેલ્લાં બે મહિ‌નાથી ૩૩ શ્રમિકોને પરિવાર સાથે નજરકેદમાં બંધક બનાવી દીધાં હતાં.
પોલીસ સૂત્રોએ વધુમાં કહ્યું હતું કે, આ અંગે શ્રમિકોએ છત્તીસગઢમાં પોતાનાં સંબંધીઓને જાણ કરી હતી. તેમનાં સંબંધીઓએ જાંજગીર-ચાંપા જિલ્લાના કલેક્ટરને આ અંગેની રજૂઆત કરી હતી. જાંજગીર - ચાંપા જિલ્લાના કલેક્ટરે ગત ૨પ જાન્યુઆરી, ૨૦૧૪ના રોજ એક પરિપત્ર ખેડા જિલ્લા કલેક્ટરને મોકલાવ્યો હતો. બંધક બનાવાયેલાં ૩૩ શ્રમિકોને તાત્કાલિક મુક્ત કરાવવા વિનંતી કરી હતી. આ પત્ર આધારે ખેડા જિલ્લા કલેક્ટરે તાત્કાલિક આ ભઠ્ઠામાં બંધક ૩૩ શ્રમજીવીઓને મુક્ત કરાવવા માટે સરકારી શ્રમ અધિકારી, પ્રાંત અધિકારી, ખેડા મામલતદાર, ખેડા તાલુકા વિકાસ અધિકારી તથા ખેડા પોલીસને ૨૬ ફેબ્રુઆરી, ૨૦૧૪ના રોજ હુકમ કર્યો હતો. આ હુકમના પગલે પ્રાંત અધિકારી, મામલતદાર અને પોલીસ કાફલા સાથે ઉપરોક્ત ઈંટવાડાના ભઠ્ઠા પર ગુરુવારે દરોડો પાડયો હતો અને બંધક બનાવેલાં ૩૩ શ્રમિકોને છોડાવ્યાં હતાં. આ સંદર્ભે શ્રમ અધિકારી રાજેશભાઈ ઈન્દ્રવદનભાઈ જોષીની ફરિયાદના આધારે ખેડા શહેર પોલીસે લકીખાન, મુન્નાખાન, રાજેન્દ્રભાઈ અને લાલાભાઈ વિરુદ્ધ ઈપીકો કલમ ૩૪૧, ૧૧૪ મુજબનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો