તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • નો પાકિગમાં વાહન મુકવા બાબતે પોલીસ સાથે તકરાર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નો પાકિગમાં વાહન મુકવા બાબતે પોલીસ સાથે તકરાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . નડિયાદ
નડિયાદ રેલવે સ્ટેશન પાસેના ઈન ગેટ પાસે નો પાકિગ ઝોનમાં ઘૂસતાં વાહનચાલકને પોલીસે અટકાવતાં વાહનચાલકે સિવિલ ડ્રેસમાં ઉભેલાં પોલીસ કર્મચારી સાથે બોલાચાલી કરીને ગડદાપાટુંનો માર માર્યો હતો. .
નડિયાદ રેલવે પોલીસ મંગળવારે રેલવે સ્ટેશનની હદમાં નો પાકિગ ઝોનમાં ગેરકાયદે પ્રવેશ કરતાં વાહનોને રોકીને તેમની સામે કાર્યવાહી હાથ ધરતા હતા. રાત્રિના ૮:૩૦ કલાકે એક વાહન પર બે ઈસમો આવતાં અને ગેરકાયદે નો પાકિગ ઝોનમાં ઘૂસતાની સાથે તેઓને પોલીસે રોક્યાં હતાં. વાહનચાલક પરાગ વિનોદભાઈ ચૌધરી ((ઉં.વ.૨૯)) અને પાછળ બેઠેલાં તેમનાં ભાઈ કશ્યપ ((ઉં.વ.૨૭)) ભેગાં મળીને પોલીસ સાથે અસભ્ય વર્તન કરીને પોલીસ જવાન રાકેશભાઈ ભીમરાજને અપશબ્દો બોલીને ગડદાપાટુંનો માર માર્યો હતો. આ સંદર્ભે પોલીસ કોન્સ્ટેબલ રાકેશ ભીમરાજની ફરિયાદના આધારે નડિયાદ રેલવે પોલીસે પરાગ વિનોદ ચૌધરી અને કશ્યપ વિનોદ ચૌધરી વિરુદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો