તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • શિવ અને જીવનો એકાકાર થયો હર હરના નાદથી મંદિરો ગુંજ્યાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિવ અને જીવનો એકાકાર થયો હર હરના નાદથી મંદિરો ગુંજ્યાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . નડિયાદ
ખેડા જિલ્લામાં ગુરુવારે મહાશિવરાત્રિ મહોત્સવની ધામધૂમ તથા ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો. આ નિમિત્તે નડિયાદ શહેર સહિ‌ત સમગ્ર જિલ્લાના શિવમંદિરોમાં વહેલી સવારથી જ દર્શનાર્થી‍ઓ ભગવાન ભોળાનાથના દર્શનાર્થે ઉમટી પડયાં હતાં. શિવાલયો ઓમ: નમ: શિવાય તથા હર હર મહાદેવના નાદથી ગુંજી ઊઠયાં હતાં. શિવમંદિરોમાં ભગવાન શિવશંકરને દૂધ, બિલ્વપત્ર, જલાભિષેક, લઘુરૂદ્ર, હોમાત્મક યજ્ઞ તથા ચાર પહોરની પૂજા-અર્ચના કરીને ભક્તજનોએ ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે દેવાધિદેવ મહાદેવની શોભાયાત્રા પણ નીકળી હતી. જિલ્લાના ગળતેશ્વર, શંકરાચાર્ય નગર સહિ‌ત મોટાભાગના ગામોમાં લોકમેળા ભરાયાં હતાં.
નડિયાદ શહેરના માઈમંદિરમાં ૭૩ ફૂટ ઊંચી શિવમૂર્તિ‌ સ્વરૂપે બિરાજેલાં દ્વાદશ જ્યોિત્ર્‍ાંલીંગની મહાપૂજા, લઘુરૂદ્ર, હોમાત્મક પાંચ કુંડી યાગ તેમજ ચાર પહોરની પૂજા યોજાઈ હતી. આ દર્શનનો લાભ લેવા માટે વહેલી સવારથી જ દર્શનાર્થીઓ ઉમટી પડયા હતા. મંદિરમાં સમગ્ર દિવસ દરમિયાન શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી તેમજ કેશવભવાની ભાગવત ધામનો પાટોત્સવ પણ ધામધૂમથી ઉજવાયો હતો. આ નિમિત્તે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ હતું. શહેરના મંજીપુરા રોડ ઉપર આવેલ જવાહરનગરમાં પ ફૂટ ઉપરાંતની ઉંચી અને ૧૦૦ કિલો ઉપરાંત ઘી અને રૂમાંથી ભગવાન શિવશંકરની ભવ્ય પ્રતિમા બનાવવામાં આવી હતી. આ મૂર્તિ‌ની સ્થાપના વહેલી સવારે કરવામાં આવી હતી. બપોરે ૪ વાગે શિવજીની મૂર્તિ‌ને વાજતે ગાજતે શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રા જાહેરમાર્ગો પર ફરીને ઉતરસંડા પાસે આવેલાં તળાવમાં શિવજીની પ્રતિમાનું ભક્તિભાવપૂર્વક વિ‌ર્સજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા.
આ ઉપરાંત શહેરમાં આવેલ મોટા મહાદેવ, નાના કુંભનાથ મહાદેવ, શ્રી સંતરામેશ્વર મહાદેવ, છાંગેશ્વર મહાદેવ વગેરે શિવમંદિરોમાં શિવરાત્રિ પર્વ નિમિત્તે વિવિધ ધાર્મિ‌ક કાર્યક્રમો યોજાયા હતા. ડભાણ રામનાથ મહાદેવ, બાલાસિનોર, કઠલાલ, માતર, મહુધા, ખેડા, કપડવંજ, વિરપુર, મહેમદાવાદ તાલુકાના તમામ શિવમંદિરોમાં મહાશિવરાત્રિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.
નડિયાદ તાલુકાના વલેટવા ખાતે આવેલ શિવમંદિરમાં વહેલી સવારથી જ ભક્તજનોનો મહેરામણ ઉમટી પડયો હતો. આ મંદિરમાં ચાર પહોરની પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો, જ્યારે નડિયાદ - ખેડા હાઈવે પર આવેલાં શંકરાચાર્ય નગરમાં શિવરાત્રિ પર્વ નિમિત્તે મહાપૂજા, ચાર પહોરની પૂજા તેમજ ભજનર્કિતન સહિ‌તના કાર્યક્રમો યોજાયાં હતાં.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો