• Gujarati News
  • કલોલ શહેરમાં એસઓજીનો સપાટો : પ મકાનમાલિકો ફરિયાદૃચ્ ’

કલોલ શહેરમાં એસઓજીનો સપાટો : પ મકાનમાલિકો ફરિયાદૃચ્/’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ગાંધીનગર
ગાંધીનગર જીલ્લામાં કલેક્ટરનાં જાહેરનામાનોં યોગ્ય અમલ ન થતો હોવાના પગલે એસઓજી ગંભીર બની છે. જેમાં ગાંધીનગર એસઓજીએ દરોડો પાડવાનું શરૂ કરી જાહેરનામાનો ભંગ કરનારા મકાન માલીકો તથા સંચાલકોને શોધી શોધીને પોલીસ ફરીયાદ નોંધાવી રહી છે. શનિવારે ગાંધીનગર એસઓજીએ કલોલ શહેરમાં પ મકાન માલીકો સામે જાહેરનામાં ભંગની ફરીયાદ નોંધાવી સપાટો બોલાવી દીધો હતો.
સ્પેશીયલ ઓપરેશન ગૃપ ((એસઓજી))નાં પીઆઇ જે ડી બ્ર?ભટ્ટ દ્વારા આવા મકાન માલીકો તથા સંચાલકો સામે પગલા લેવા એસઓજી સ્ટાફને સુચના આપી દેવામાં આવી છે. જેના પગલે એસઓજી ટીમે કલોલ શહેરમાં આવેલા હિ‌રણ્ય એપા‌ર્ટમેન્ટમાં દરોડો પાડતા કેટલાંક મકાન માલીકો દ્વારા જાહેરનામાનોં ભંગ કરી મકાનો ભાડે અપાયા હોવાનું ધ્યાને આવ્યુ હતું. જેના આધારે એસઓજીએ મકાન માલીક ડિમ્પલ સત્યેન્દ્રકુમાર સિન્હા ((હાલ રહે આદીપુર, ગાંધીધામ)), સેજલ જીજ્ઞેસકુમાર પટેલ ((હાલ રહે ઘાટલોડીયા અમદાવાદ)), શિવપ્રકાશ ગોપીનાથ કેરલા((રહે, સોપાન ૨, કલોલ)), ટી એન થોમશ ((રહે સમર્પણ એપા‌ર્ટમેન્ટ, કલોલ)) તથા રમેશ કે પટેલ((રહે હિંમતનગર)) સામે કલોલ પોલીસ સ્ટેશનમાં જાહેરનામાં ભંગની ફરીયાદ દાખલ કરાવી હતી. જેના પગલે કલોલ પોલીસે આ મકાન માલીકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.