• Gujarati News
  • જિલ્લામાં છેલ્લા ૧૦ માસમાં ૩૮૧ લોકોનાં બીમારીનાં કારણે મોત

જિલ્લામાં છેલ્લા ૧૦ માસમાં ૩૮૧ લોકોનાં બીમારીનાં કારણે મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજયમાં વધતી જતી મેડીકલ સેવા તથા હોસ્પિટલોની સંખ્યા વચ્ચે આજે પણ મોટી સંખ્યામાં લોકો બિમારીનાં કારણે મોતને ભેટી રહ્યા છે. જેમાં ઘણા દર્દીઓ સારવાર પહેલા મૃત્યુ પામે છે તો કેટલાંક દર્દીઓ હોસ્પિટલોમાં સારવાર દરમિયાન મોતનાં મુખમાં ધકેલાઇ જાય છે. આ પ્રકારની બિમારીઓમાં હ્યદય રોગ, કેન્સર જેવી બિમારીમાં મૃત્યુને ભેટનારની સંખ્યા વઘારે છે. બિજી તરફ દારૂ જેવી કુટેવોનાં કારણે મોતને ભેટનારની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો છે. જેમાં ગાંધીનગર શહેર તથા શહેરની ઉતર-પુર્વેને આસપાસનાં ગામડાઓમાં છેલ્લા ૧૦ માસ દરમિયાન મોતને ભેટનાર લોકોની સંખ્યા પર નજર નાંખીએ તો આ સમયગાળા દરમિયાન બિમારી તથા કુદરતી રીતે ૭૦૦ જેટલા લોકો અવસાન પામ્યા છે. જેમાં ઉંમરનાં કારણે મરણ જનારની સંખ્યા ૩૨૦ની આસપાસ થવા જાય છે. જયારે તેની સામે બિમારીનાં કારણે ૩૮૦ જેટલા લોકોનાં છેલ્લા ૧૦ માસનાં સમયગાળા દરમિયાન મોત થયાનું સામે આવ્યુ છે. જો કે બિજી તરફ એ બાબત પણ સામે આવી છે કે બિમારીનાં કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા શહેરીનાગરીકો કરતા ગ્રામ્ય વિસ્તારનાં નાગરીકોની વધારે છે. જેના પરથી પ્રથમ દ્રષ્ટિએ એ પ્રતિપાદીત થાય છે કે નાની મોટી બિમારીઓમાં મેડીકલ સારવાર લેવામાં ગ્રામ્ય વિસ્તારનાં લોકો હજુ પણ પુરતા જાગૃત નથી. તબીબોનાં જણાવ્યાનુંસાર નાની બિમારી ગંભીર સ્વરૂપ ધારણ કરે ત્યારે મોટે ભાગે ગામડાનાં લોકો સારવાર લેવા આપતા હોય છે. પરંતુ ત્યાં સુધીમાં સ્થિતી કાબુ બહાર ચાલી ગઇ હોય છે.