• Gujarati News
  • દિવાળીના તહેવારોમાં ગાંધીનગર એસ.ટી.ડેપોને ૨પ લાખની આવક

દિવાળીના તહેવારોમાં ગાંધીનગર એસ.ટી.ડેપોને ૨પ લાખની આવક

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . ગાંધીનગર
ગાંધીનગર એસ.ટી ડેપોને આ વર્ષની દિવાળીના તહેવારોમાં મોટા પ્રમાણમાં ટ્રાફિક મળવાનાં કારણે ખુબ સારી આવક થવા પામી છે. એક માત્ર લાભ પાંચમના દિવસે જંગી આવક થવા પામી હતી. દિવાળીના તહેવારોમાં ડેપોને રૂ.૨પ લાખની આવક થવા પામી છે. તેમાં ખાસ કરીને અક્ષરધામના મુલાકાતીઓ, સેક્ટર-૨૮ના બગીચામાં આવનારા સહેલાણીઓ અને મહુડી સહિ‌તના ધાર્મિ‌ક સ્થળોના પ્રવાસીઓનો સમાવેશ થાય છે.
આ અંગે ગાંધીનગર ડેપોના સૂત્રોએ જણાવ્યું હતું કે દિવાળીના તહેવારો અગાઉ મધ્ય ગુજરાત તરફ જનારો ટ્રાફિક વધારે પ્રમાણમાં રહેતો હોવાથી એસ્ટ્રા બસો મૂકવામાં આવી હતી. જેના કારણે અગાઉ તો સારો ટ્રાફિક મળ્યો હતો, પરંતુ દિવાળીના દિવસોમાં અત્યાર સુધીમાં રૂ. ૨પ લાખની આવક થવા પામી છે. તેમાંએ આ વર્ષની લાભ પાંચમ ખુબ ફળી છે. ગાંધીનગર ડેપોમાં ચાલુ દિવસો દરમિયાન રોજની સરેરાશ આવક ૨ લાખની આસપાસ થતી હોય છે.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે દિવાળીના વેકેશનમાં ગાંધીનગરમાં અક્ષરધામના મુલાકાતીઓની સંખ્યા અનેકગણી વધારે જોવા મળી હતી. જેનાં કારણે છેલ્લા એક અઠવાડિયા દરમિયાન રોજની ૨પ બસો વધારાની મૂકવામાં આવી હતી. તેમાએ લાભ પાંચમના દિવસે વધુ બસો મૂકવાની ફરજ પડી હતી. આ સાથે સેક્ટર-૨૮ના બગીચામાં આવનારા સહેલાણીઓ અને મહુડી સહિ‌તના ધાર્મિ‌ક સ્થળો ઉપર દર્શનાર્થે જનારા લોકોનો પણ ટ્રાફિક સારા પ્રમાણમાં રહ્યો હતો. જેથી ગાંધીનગર ડેપોને વિક્રમી આવક થવા પામી છે.