• Gujarati News
  • સફાઇ, દવાનો છંટકાવ સાથે ફોગિંગની કાર્યવાહી સાથે તકેદારીનાં પગલાં ભરાયાંૃચ્ ’

સફાઇ, દવાનો છંટકાવ સાથે ફોગિંગની કાર્યવાહી સાથે તકેદારીનાં પગલાં ભરાયાંૃચ્/’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માણસા શહેરમાં દિવાળીના તહેવારોમાં ચિકનગુનિયા અને ડેન્ગ્યૂના કેસ જોવા મળ્યાં હતાં. ૬ જેટલા દર્દીઓને સામાન્ય તાવ પછી સાંધા જકડાઇ જવાની ફરિયાદ ઉઠી હતી. દિવાળીના વેકેશનમાં સરકારી અને ખાનગી દવાખાનામાં તબીબોની પાંખી હાજરીના કારણે દર્દીઓને સારવાર માટે ફાંફા પડયાં હતાં.
પ્રાપ્ત માહિ‌તી અનુસાર માણસા શહેરના કેટલાક વિસ્તારોમાં દિવાળીના તહેવારો ટાંણે ચિકનગુનિયાએ ભરડો લેતાં ઘેર ઘેર દર્દીઓના કાટલા જોવા મળ્યાં હતાં. અલકાપુરી સોસાયટીના એક ઘરમાં એક જ પરિવારના પાંચ સભ્યો ચિકનગુનિયાની લપેટમાં આવી ગયાં હતાં. તે ઉપરાંત દિવાળીના તહેવારોના આરંભે જ શહેરના પાંજરાપોળ વિસ્તારમાં આવેલા સજ્જનપુરા વાસમાં એક જ લાઇનમાં મકાન ધરાતાં ૬ વ્યક્તિઓ ડેન્ગ્યૂના ભરડામાં સપડાયાં હતાં. તેમનો મેડિકલ રિપો‌ર્ટ પોઝિટીવ આવ્યો હતો.
રોગચાળાની સંભવિત પરિસ્થિતનિે ઉગતી ડામી દેવા માટે આજે સવારથી નગરપાલિકાના આરોગ્ય તંત્ર સફાઇ ઝંબેશ શરૂ કરવામાં આવી હતી.
આ અંગે માણસા પાલિકાના ચિફ ઓફિસર રજનીકાંત પટેલનો સંપૌર્‍ સાધતાં તેમણે જણાવ્યું કે ડેન્ગ્યૂના કોઇ કેસ સરકારી દવાખાનામાં નોંધાયા નથી. ફયારે ચિકનગૂનિયાના ૩ જેટલા કેસ જોવા મળ્યાં હતાં. તેમની સ્થિતિ હાલ સુધારા ઉપર છે. તેમ છતાં અસરગ્રસ્ત વિસ્તારોમાં આજે સવારથી સફાઇ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી.
તેમજ દવાનો છટકાવ કરી ફોગીંગ કરવામાં આવ્યું છે. તેમણે એમ પણ જણાવ્યું કે બહારગામથી માણસામાં આવનારા કેટલાક લોકોને ચિકનગુનિયાની અસર જોવા મળી હતી.
ઉલ્લેખનિય છે કે, ૩ માસ પહેલાં માણસા પાસે આવેલા ઇન્દ્રપુરામાં બે વ્યક્તિને ડેન્ગ્યુ થયો હતો.
તે પૈકી એક યુવતીનું મોત થયું હતું. તે અગાઉ ગત વર્ષે ચોમાસા દરમિયાન માણસા શહેર અને આસપાસના વિસ્તારોમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના અનેક કેસ બન્યાં હતાં.