તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • પૈસા કોઇએ લૂંટી લીધા કે કેમ તે દિશામાં પોલીસ તપાસ કરશે

પૈસા કોઇએ લૂંટી લીધા કે કેમ તે દિશામાં પોલીસ તપાસ કરશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમગ્ર ઘટનાની પ્રાપ્ત વિગતોનુંસાર ગાંધીનગર જીલ્લાનાં માણસા તાલુકનાં ચડાસણા ગામે રહેતા ૭૦ વર્ષિ‌ય નિવૃત આચાર્ય ભીખાભાઈ બેચરદાસ પટેલ છેલ્લા પાંચ દિવસથી ઘરેથી ગુમ હતા. જેમનાં પરીવારજનો દ્વારા શોધખોળ કરવા છતા કોઇ પતો લાગતો નહોતો. દરમિયાન શુક્રવારે સવારે ગાંધીનગર તાલુકાનાં લીંબડીયા ગામ પાસેથી નર્મદા શાખાની કેનાલમાંથી ડભોડા પોલીસને ભીખાભાઇનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મૃતક ભીખાભાઇનાં કપડાનાં ખીસ્સામાં તપાસ કરતા માત્ર એક બિલ મળી આવ્યુ હતું. જેમાં લખેલા મોબાઈલ નંબરનાં આધારે પરીવારજનોનો સંપર્ક કરીને આ ઘટના અંગે જાણ કરી હતી. પોલીસનાં જણાવ્યાનુંસાર ભીખાભાઇનો મૃતદેહ છેલ્લા ત્રણ-ચાર દિવસથી કેનાલનાં પાણીમાં રહ્યો હોવાનો અંદાઝ છે. પોલીસે ભીખાભાઇનું પોસ્ટ મો‌ર્ટમ કરાવીને મૃતદેહ પરીવારજનોને સોપ્યો હતો. પરીવારજનોનાં જણાવ્યાનુંસાર ભીખાભાઇ ગુમ થયા ત્યારે તેઓ રૂ. ૩ લાખ રોકડા લઇને નિકળ્યા હતા. ત્યારે ભીખાભાઇ પાસે રહેલા પૈસા કોઇએ લુંટી લીધા કે કેમ તે દિશામાં પણ પોલીસ તપાસ કરશે. આ ઘટનામાં ડભોડા પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી જમાદાર રાજેશભાઇએ વધુ તપાસ હાથ ધરી છે.