• Gujarati News
  • એસીડ હુમલો અંગત અદાવત કે ખંડણીના ઇરાદે કરાયાની ચર્ચા

એસીડ હુમલો અંગત અદાવત કે ખંડણીના ઇરાદે કરાયાની ચર્ચા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઇમનગર બની રહેલા ગાંધીનગરમાં ગુનાખોરીની ઘટના વધવાની સાથે સાથે નાગરીકોમાં ભયનો માહોલ ઉભો થઇ રહ્યો છે. તાજેતરમાં સેકટરોમાં પાર્ક કાર્સનાં કાચ તોડવાની ઘટના સામે આવ્યા બાદ કાર માલીકોમાં ફફડાટ ફ્ેલાઇ ગયો હતો. દરમિયાન શહેરનાં વિઆઇપી સેકટર ગણાતા સેકટર ૨૦માં કાર પર એસીડ ફેકાયાની ઘટના સામે આવી છે. સુત્રોનાં જણાવ્યાનુંસાર ગત તા ૧૨મી મેનાં રોજ બનેલી આ ઘટનામાં કાર પર એસિડ ફેકી કોઇ શખ્સો ન્ ાાસી ગયા હતા. આ અંગે કાર માલીક દ્વારા સેકટર ૨૧ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવવામાં આવી છે. પરંતુ આ ઘટનાની સાચી હકીકત વિશે પોલીસ કોઇ ફોડ પાડવા તૈયાર નથી. પોલીસનું કહેવુ છે કે આ ઘટના બની છે પરંતુ તેના વિશે અત્યારે અમે કોઇ વિગતો આપવા માંગતા નથી. આ દિશામાં તપાસ ચાલુ છે જેમાં આરોપીઓ સુધી પહોચ્યા બાદ અમને પણ હકીકત ખબર પડશે. જો કે આ ઘટનાને પોલીસ જે રીતે ગંભીરતાથી લઇને કશુ બોલવા તૈયાર નથી તેના પરથી માત્ર કાર પર એસીડ ફેકાયાથી ઘટના અટકી જતી હોય તેવુ લાગતુ નથી. બીજી તરફ ફરીયાદી કોન્ટ્રાક્ટર હોવાની તથા એસીડ ફેકી ખંડણી માંગવામાં આવી હોવાની ચર્ચા પણ શહેરમાં ચાલી રહી છે.
જો કે સમગ્ર પ્રકરણને પોલીસે અત્યંત ગુ રાખીની ભોગ બનનારનું નામ ન આપવા તેમજ તપાસ ગુ હોવાથી વધારે માહીતી આપવાનો ઇન્કાર કર્યો હતો. બીજી તરફ ભોગ બનનાર વ્યક્તિએ હજુ સુધી પોલીસ ફરિયાદ પણ નોંધાવી ન હોવાનું જાણમાં આવ્યું છે તો બીજી તરફ ફરિયાદ ન થવાનું કારણ પણ સમજાતું નથી. એસીડ હુમલો અંગત અદાવાત કે ખંડણીના ઇરાદે કરવામાં આવ્યો છે તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.