• Gujarati News
  • ગાંધીનગરમાં વિદેશી દારૂનાં વેચાણની પરવાનાવાળી બે દુકાનો બંધ રાખવા આદેશ જારી કરાયા

ગાંધીનગરમાં વિદેશી દારૂનાં વેચાણની પરવાનાવાળી બે દુકાનો બંધ રાખવા આદેશ જારી કરાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૧૧ સંદર્ભે ભારત ચૂંટણી પંચની સુચના મુજબ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ,૧૯પ૧ની કલમ ૧૩પ((ક)) હેઠળ ઉપરોકત પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. તે પ્રમાણે ગુજરાત સરકારના સંબંધિત કાયદા હેઠળ સમગ્ર ગાંધીનગર જિલ્લામાં ચૂંટણીના ઉપરોકત દિવસો દરમિયાન સત્તાવાર ડ્રાય-ડેનો અમલ કરાવવામાં આવશે. તેમ રાજ્યના નશાબંધી અને આબકારી નિયામક દ્વારા જિલ્લા પોલીસ વડાને જણાવી દેવાયું છે.
તા.૩૦મી એપ્રિલે મતદાન થવાનું છે. મતદાનનો સમય પૂરો થવાના કલાકની સાથે પૂરા થાય તે રીતે ૪૮ કલાક એટલે કે, તા.૨૮ એપ્રિલના સાંજે ૬ વાગ્યાથી તા.૩૦ એપ્રિલના સાંજે પ વાગ્યા સુધી આ ઉપરાંત મત ગણતરીના દિવસ તા.૧૬મી મેના સૂર્યોદયથી
શરૂ કરી આખા દિવસ સુધી જિલ્લામાં આવેલી વિદેશી દારૂની પરવાના ધરાવતી દુકાનો બંધ રહે તેવી વ્યવસ્થા કરવાની રહેશે તથા તે અંગેનો અહેવાલ મોકલવાનો રહેશે.
નોંધવું રહેશે કે, ગાંધીનગરમાં ચ-રોડ પર સેકટર-૧૧માં આવેલી હોટલ હવેલી ઇનમાં અને માણસામાં વસંતભાઇ લવજીભાઇ ઠક્કરની વિદેશી દારૂના વેચાણની પરવાનાવાળી દુકાનો આવેલી છે.