• Gujarati News
  • મહાપાલિકાને વેરાની આવક રૂ. ૧.૧ કરોડૃચ્ ’

મહાપાલિકાને વેરાની આવક રૂ. ૧.૧ કરોડૃચ્/’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુદત ચૂકી જનારે પુરા ૧૮ ટકા વ્યાજ અને નોટિસ ફી સાથે વેરાના બિલ ચૂકવવા પડશે
ભાસ્કર ન્યૂઝ. ગાંધીનગર
મહાપાલિકા દ્વારા હવે મિલકત વેરાની આગોતરી વસૂલાત કરવાનું શરૂ કરાયું છે. તેના પ્રોત્સાહન માટે ૧૦ ટકા રીબેટની યોજના પણ અમલી કરાઇ છે. ત્યારે શુક્રવાર સુધીમાં વેરાની આવક રૂ. ૧કરોડને ૧ લાખના આંકડે પહોંચી ગઇ છે. પરંતુ સમયસર વેરો નહીં ભરનારા નગરવાસીઓ પર વ્યાજની તલવાર વિંઝવામાં આવશે. લેટ ફી સાથે વેરો ભરવાની પણ મુદત ચૂકી જનારા બાકીદારોએ પુરા ૧૮ ટકા વ્યાજ અને નોટિસ ફી સાથે વેરાના બિલ ચૂકવવા તૈયાર રહેવું પડશે. કરવેરો ભરવાની છેલ્લી મુદત તા. ૩૧મી મે નિયત કરવામાં આવી છે.
મહાપાલિકાના અધિકારીઓ હવે સ્વાભાવિક રીતે જ મિલકત વેરો નહીં ભરનારાઓને વધુ મુદતો આપવાની તરફેણમાં નથી. એટલા માટે કે, મુદત પછી મુદત અને ફરી પાછી મુદતની સ્થિતિના કારણે વેરાના બાકીદારો તેનો ઉંધો અર્થ એવો કરવા લાગ્યાં છે કે, મુદતના દોરનો ગાંધીનગરમાં કોઇ અંત આવશે નહીં. પરિણામે વેરો ભરવાની જરૂર નથી. મહાપાલિકાને ખરા અર્થમાં તો કરવેરાની આવકની ખુબ જરૂર છે. રાજ્યના શહેરી વિકાસ વિભાગ તરફથી પણ અધિકારીઓને આ મામલે કહેવાઇ રહ્યું છે.
લેટ ફી રૂ. ૨ સાથે બિલની રકમ ભરવા માટેનો અંતિમ વિકલ્પ ગત વર્ષે મહાપાલિકા દ્વારા આપવામાં આવ્યો હતો. આવી મુદત પૂર્ણ થાય પછી વ્યાજ સાથે નોટિસના ખર્ચ સાથે વેરાની વસૂલાત કરવાની થાય છે. મહાપાલિકા તંત્રને આજ સુધીમાં વેરાની મોટી રકમની આવક થઇ ચૂકી છે. બીજી બાજુ નગરની આગેવાન સંસ્થાઓ મનપાના હિ‌સ્સામાં આવતી સેવાઓની શરૂઆત ન થાય ત્યાં સુધી વેરાની વસૂલાત કરવી અન્યાયી હોવાનું મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓને ખોંખારીને કહી ચૂક્યા છે. મહાપાલિકા દ્વારા તો ૩૧મી મે સુધીમાં વેરાની આવકનો લક્ષાંક રૂ. ૪ે કરોડનો રાખવામાં આવ્યો છે.