• Gujarati News
  • ભાટ ગામ પાસે અકસ્માતમાં ટ્રકની અડફેટે વૃદ્વનું મોત

ભાટ ગામ પાસે અકસ્માતમાં ટ્રકની અડફેટે વૃદ્વનું મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર : ગાંધીનગર નજીક આવેલા ભાટ ગામના બસ સ્ટેન્ડ સામે ૬૯ વર્ષી‍ય વૃદ્વ કિશોરભાઇ મુરલીધર નાગપાલ દૂધ લઇને ઘર તરફ જવા રસ્તો ઓળંગી રહ્યાં હતાં, ત્યારે ગાંધીનગરથી અમદાવાદ તરફ ધરમસતી આવતી ટ્રકે વૃદ્વ ને અડફેટે લેતા અકસ્માત સર્જા‍યો હતો. ગંભીર ઇજા થવાથી વૃધ્ધનું મોત થયુ હતું.
અકસ્માત થયા બાદ ટ્રક મુકીને આરોપી ચાલક ફરાર થઇ ગયો હતો. અડાલજ પોલીસ મૃતક વૃદ્વના જમાઇની ફરિયાદને આધારે ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે.