• Gujarati News
  • ખાત્રજમાંથી સાસરે જવા નીકળેલી પરિણીતા પુત્ર સાથે લાપતા

ખાત્રજમાંથી સાસરે જવા નીકળેલી પરિણીતા પુત્ર સાથે લાપતા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . કલોલ
કલોલના ખાત્રજ ગામે રહેતી રેખાબેન ધનજી ઠાકોર ((ઉ.વ.૨પ)) તેના પુત્ર દિપક ((ઉ.વ.૭)) ને લઇ ગત તા.૨૮-૨-૧૪ ના રોજ પોતાના ઘરેથી સાસરીમાં જવાનું કહીને નિકળી હતી. જે પોતાની સાસરીમાં પહોંચી ન હતી. તેના કારણે તેના પિયર અને સાસરીયામાં ચિંતાની લાગણી ફરીવળી હતી. પરિણીતા અને તેના પુત્રની સગા સબંધીઓ તેમજ આસપાસના ગામોમાં તપાસ કરવા છતાં કોઇ ભાળ નહીં મળતા તેઓએ કલોલ તાલુકા પોલીસમાં જાણ કરતા પોલીસે માતા પુત્રના ગુમ થયા અંગે જાણવાજોગ નોધ કરી છે.