• Gujarati News
  • તિક્ષ્ણ ચાકુ જેવા હથિયાર ડાહ્યાભાઇનાં પેટમાં ભોકી દીધુ હતું

તિક્ષ્ણ ચાકુ જેવા હથિયાર ડાહ્યાભાઇનાં પેટમાં ભોકી દીધુ હતું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાનાં ઇશ્વરપુરા ((બદપુરા)) ગામનાં કાળાભાઇ ચૌધરીના પુત્ર ડાહ્યાભાઇ ((ઉં-૩૭))પરિવારને આર્થિ‌ક રીતે મદદરૂપ થવાના આશયથી દોઢ વર્ષ અગાઉ અમેરિકા ગયા હતાં. જ્યાં તેઓ જ્યોર્જીયા સ્ટેટનાં ડેલ્ડન સિટીનાં એક સ્ટોરમાં નોકરી કરતા હતાં.
સૂત્રોનો જણાવ્યા અનુસાર ડાહ્યાભાઇ ચૌધરી રવિવારે સવારે સ્ટોરમાં નોકરી પર ત્યારે એક હબસી દેખાતી યુવતી લૂંટના ઇરાદે ધસી આવી હતી. યુવતીનો ઇરાદો પારખી ગયેલા ડાહ્યાભાઇએ તેને અટકાવી પૂછપરછ કરવાનો પ્રયાસ કરતાં જ તેણે તિક્ષ્ણ ચાકુ જેવા હથિયાર ડાહ્યાભાઇનાં પેટમાં ભોકી દીધુ હતું. ગંભીર રીતે ઇજાગ્રસ્ત ડીકેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં તેમનું મોત થયુ હતું. આ બનાવ રવિવારે બન્યો હતો, પરંતુ ઇશ્વરપુરામાં રહેતાં ડાહ્યાભાઇનાં પરિવારના સભ્યોને સોમવારે બપોરના સમયે જાણ થઇ હતી. બનાવ બનતાની સાથે ઘટનાસ્થળે આવેલી જ્યોર્જીયા બ્યુરો ઓફ ઇન્વીસ્ટીગેશનની ટીમે સ્ટોરનાં સીસી ટીવી કેમેરાની ફૂટેજ મેળવી ટૂંકા ગાળામાં આરોપી યુવતીની ધરપકડ કરી વધુ તપાા હાથ ધરી હોવાનું જાણવા મળે છે. મૃતકના પારિવારિક સૂત્રોમાંથી મળતી માહિ‌તી અનુસાર તેમની અંતિમવિધી અમેરિકા ખાતે કરવામાં આવનાર છે.