તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ચેનલ ચલાવતા શખ્શને માર મારતા ગાંધીનગર સિવિલમાં ખસેડાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચેનલ ચલાવતા શખ્શને માર મારતા ગાંધીનગર સિવિલમાં ખસેડાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યુઝ દહેગામ
શહેરના સાતગરનાળા પાસેના વિસ્તારમાં રહેતી ૧૯ વર્ષિ‌ય યુવતીએ પોલીસ સમક્ષમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતુ કે ગઇ કાલે બપોરના સમયે યુવતીની માતા મહિ‌લા મંડળની મિટીંગમાં ગઇ હતી.અને તેના ભાઇ ઘરની બાજુમાં રહેતા કાકાને ત્યાં હતા.યુવતી તેના ઘરની બહારની ઓસરીમાં પલંગ પર સુઇ રહી હતી.બપોરના ત્રણેક વાગ્યે નહેરૂ ચોકડી નજીક રહેતા અને ચેનલનું કામ કરતાં પિન્ટુભાઇ ઉર્ફે શશિકાન્ત અમીન આવીને તેના ભાઇ વિશે પૂછયુ ત્યારે યુવતીએ ઘરે ન હોવાનું જણાવતાં શશીકાન્ત અમીન જતો રહ્યો હતો. અને થોડીવાર પછી કોઇ એ પાછળથી યુવતીનો હાથ પકડી મોઢુ દબાવતા એકદમ ઉભી થઇ હતી. અને જોયુ તો મોઢુ દબાવનાર પિન્ટુભાઇ અમીને ખેંચીને રૂમમાં લઇ જવાની કોશિષ કરતા બૂમાબૂમ કરી હતી.આથી યુવતીનો ભાઇ આવી જતાં ઝપા ઝપી થઇ હતી. પિન્ટુભાઇએ જાતિ વિશે ગાળો બોલી તમને જીવતા નહી જવા દઉ તેમ કહી બાઇક મુકી જતો રહ્યો હતો. સાંજે યુવતીના ભાઇ અને માતા વિગેરે સાથે ચર્ચા કરી પિન્ટુભાઇ અમીનનો ડર લાગતાં મોડી રાત્રે ફરિયાદ કરી હતી.જયારે સામાપક્ષે શશિકાન્તને માર મારયો હોવાથી તેમણે ફરિયાદમાં જણાવ્યુ છે કે તે ઓના મોબાઇલ ઉપર પ્રકાશભાઇ મકવાણાનો ફોન આવ્યો હતો કે ચેનલનો વાયર લાબો કરવાનો છે. જેથી તેમના ઘરે ગયા ત્યારે પ્રકાશભાઇ બહાર ઉભા હતા. અને શશિકાન્તભાઇએ ચેનલના પૈસા બાકી છે તેમ કહેતા સામાન્ય બોલા ચાલી બાદ ઘરે આવ્યા હતા. જયારે રાત્રે આઠેક વાગ્યે શશિકાન્તભાઇ પરત આવતાં હતા.તે સમયે નાંદોલ રોડ પર શિવમ હોલ પાસે દિપક મકવાણા, પ્રકાશ મકવાણા,મનોજભાઇ મકવાણા તથા અમરસિંહ મકવાણા ચારેય શશિકાન્તભાઇ પર ઉશકેરાયા હતા અને ગાળો બોલી મારવા લાગ્યા હતા. ત્યાર બાદ તેમણે ચારેય વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો