• Gujarati News
  • વટવા ગામે ધિરાણ વિતરણ અને વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો

વટવા ગામે ધિરાણ વિતરણ અને વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યુઝ દહેગામ
દહેગામ તાલુકાના વટવા ગામ ખાતે દેના ગુજરાત ગ્રામીણ બેંક દહેગામ શાખા દ્વારા હરસોલી વટવા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભા સદોને ઘિરાણ વિતરણ સમારંભ તથા નસાબંધી મંડળના ઉપક્રમે વ્યસન મુક્તિ અભિયાન સેવા યજ્ઞ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
વટવા ગામે યોજાએલ ઘિરાણ વિતરણ અને વ્યસન મુક્તિ અભિયાન સમારંભના અધ્યક્ષ તરીકે અમદાવાદ પૂર્વ મત વિસ્તારના સાંસદ હરિનભાઇ પાઠક,ઉધ્ધાટક તરીકે રાજના માજીમંત્રીઅને નશાબંધી મંડળના મંત્રી કરસનદાસ સોનેરી,મુખ્ય મહેમાન પદે ધારાસભ્ય કામિનીબા રાઠોડ,દેના ગુજરાત ગ્રામીણબેંકના ચેરમેન જી.કે.પાનેરી,જનરલ મેનેજર આર.એચ.ચૌધરી તેમજ દહગામ શાખાના મેનેજર પ્રદીપ સોલંકી,તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ કમળાબા રાઠોડ,શહેર કોંગ્રેસ પ્રમુખ ભૂપેન્દ્રસિંહ રાઠોડ((લાલભાઇ)),તાલુકા ભાજપ પ્રમુખ ચંદ્રેશભાઇ પટેલ સહિ‌તના મહાનુભાવો ઉપસ્થિત રહેતા દૂધ ઉત્પાદક મંડળના ૪૦ સભા સદોને કુલ ૧૬ લાખ રૂપિયાના ધિરાણના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે વ્યસન મુક્તિ મંડળ દ્વારા વ્યસન મુક્તિ માટે સંકલ્પ લેવડાવી જાગૃતિ અંગેના પ્લેમ્ફલેટનું વિતરણ કરી નશા થી થતાં નુકશાન વિશેની સમજ આપવામાં આવી હતી.