• Gujarati News
  • ઈન્ટરનેટ સંચાલનનો મુદ્દો

ઈન્ટરનેટ સંચાલનનો મુદ્દો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ન્ટરનેટ સંચાલનનું નવું માળખું તૈયાર કરવાની પહેલ પર બ્રાઝીલમાં યોજાયેલા વિશ્વ સંમેલનના પરિણામથી એ લોકોને નિરાશ થઈ હશે જેમણે ત્યાં નવા માળખાની સંપૂર્ણ રૂપરેખા તૈયાર થવાની આશા રાખી હતી. જોકે વિવિધ સરકારો, કંપનીઓ અને સિવિલ સોસાયટીના પ્રતિનિધિઓ વચ્ચે આ અંગે નક્કર સહમતી સધાઈ નથી. તેમ છતાં મોટાભાગના વર્ગોમાં નેટ મુંડિયાલ’ ((વૈશ્વિક આયોજન)) નામથી આયોજિત આ સંમેલનને સકારાત્મક ઘટનાક્રમ સ્વરૂપે જોવામાં આવ્યું છે. કારણ કે ત્યાં ઇન્ટરનેટ સંચાલન સાથે સંબંધિત અનેક મૂળભૂત સિદ્ધાંતો પર સર્વસંમતિ સધાઈ છે. જેમ કે, તમામ વર્ગ એ મુદ્દે રાજી થયા છે કે ઇન્ટરનેટને સરકારી હસ્તક્ષેપથી સ્વતંત્ર, સ્વ- વિનિયમિત માધ્યમ તરીકે જ રાખવું જોઈએ અને અત્યારે તેને ચલાવી રહેલી સંસ્થા - આઈકેન ((ઇન્ટરનેટ ર્કોપોરેશન ફોર એસાઈન્ડ નેમ્સ એન્ડ નંબ‌ર્સ))ના માળખાને આંતરરાષ્ટ્રીય સ્વરૂપ આપવું જોઈએ. આ સંમેલનની પૃષ્ઠભૂમિ એડવ‌ર્ડ‌ સ્નોડેન દ્વારા કરવામાં આવેલા એ ખુલાસાથી બની હતી કે, અમેરિકાની ગુપ્તચર સંસ્થા ઇન્ટરનેટ દ્વારા આખી દુનિયાની જાસૂસી કરી રહી છે. પોતાના ઈ-મેલની જાસૂસીથી નારાજ બ્રાઝીલની રાષ્ટ્રપતિ ડિલમા રોસેફે આ સંમેલનનું આયોજન કર્યું હતું. અમેરિકા અને ઇન્ટરનેટ સાથે સંકળાયેલી આંતરરાષ્ટ્રીય કંપનીઓ સંચાલનને સંપૂર્ણપણે ખાનગીક્ષેત્રના દાયરામાં રાખવા માગે છે. જ્યારે રશિયા, ચીન તથા અન્ય દેશો તેમાં સરકારી ભૂમિકા ઈચ્છે છે. ભારતનો પ્રસ્તાવ એવો છે કે ઇન્ટરનેટનું નામ બદલીને ઇક્વિનેટ કરી દેવામાં આવે. આ સંમેલનમાં નેટ તટસ્થતા’ નામના પ્રસ્તાવને મોટું સમર્થન મળ્યું, જેમાં સામાન્ય સમજ એવી છે કે બ્રોડબેન્ડ કંપનીઓ અલગ-અલગ દેશો માટે નેટના પરિવહનમાં ભેદભાવ ન કરે.