• Gujarati News
  • શેરઆંકમાં ૨૨૭૬૦ નીચે રૂખ મંદીની

શેરઆંકમાં ૨૨૭૬૦ નીચે રૂખ મંદીની

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિતેલા સપ્તાહ દરમિયાન બુધવારના રોજ એકસ્પાયરી સુધી બજારમાં સુધારો જોવાયો હતો અને નિફટી, બેન્ક નિફટી તેમજ વ્યક્તિગત શેરોમાં ઉંચાં ભાવો બંધ સુધી ટકાવી ઉંચા ભાવે સેટલ કરાવી તેજીવાળા મહત્મ નફો ઘરભેગો ક્ર્યા બાદ શુક્રવારના રોજ આરંભમાં ભાવો સાધારણ સુધારા સાથે ખુલ્યા બાદ ઉંચાં મથાળે નફારૂપી વેચવાલી વધતાં તેમજ આઈસીઆઈસીઆઈના ધારણાથી નબળા પરિણામો આવતાં તેમજ રિલાયન્સ ઈડસ્ટ્રીજમાં પણ ભાવો તૂટતાં શેરઆંકમાં ૨૨૯૩૯થી ૨૨૬પ૭ અને નિફટી ફ્યુચરમા ૬૯૦૨થી ૬૮૦૬ સુધીનો ઘટાડો જોવાયો હતો જે અમુક અંશે અપક્ષીત હતો કારણ કે ૧૬ મેના રોજ ચૂંટણી પરિણામો જાહેર થાય એ પહેલાં તેજીવાળા નવું લેવાં કરતાં ઉછાળે નફો બાંધવાના મૂડમાં રહે અને ચુનાવ પરિણામો પછી ફરી સક્રિય થાય એમ માનવું છે. આ ટૂંકા સમયમાં બજારમાં સાંકડી વધઘટ જોવાશે કારણ કે મંદીવાળા પણ આક્રમક થશે નહીં અને એ સંજોગોમાં હવે કોઈપણ એક ધ્યાને લે-વેચ કરનાર ફાવશે અને આ સમય દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારોની વધઘટ અત્રે અસર કરશે. સમયની દૃષ્ટિએ ૨૮મીનું ચાલ ૩જી મે સુધી જોવાશે એમ માનવું છે.