ટ્રેડિંગ ટિપ્સ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગવાર: ગવારમાં માલ ઘણો છે પણ સટોડિયાઓ તોફાનના મૂડમાં છે. ૩૦૦૦૦નો ભાવ જોયા પછી બે વરસથી ગવાર સાચવીને બેઠેલ ખેડૂતો, સ્ટોકિસ્ટો ૧૦૦૦૦ કે ૧પ૦૦૦ સુધી માલ વેચવાના નથી આવી અટકળથી તેજીવાળા ગવારમાં ખૂબ તેજીમાં છે.
સોયાબીન: સોયાબીનની બજારમાં ૨પ/૩પ ટકાની ઝડપી મંદી આવશે. અત્યારે બજાર તેજીના મૂડમાં છે પણ આ તેજી હવે મેનીયા અને બબલના તબક્કામાં જઇ રહી છે.
રાયડો : રાયડમાં તેજી ધીમી પડે પરંતુ પામતેલ-સોયાતેલમાં તેજી થાય તો રાયડો ૪૦૦૦ થવાની અને સોયા પ૦૦૦ વટાવવાની સંભાવના નકારાય નહીં
એરંડા: એરંડામાં બજાર જ્યા સુધી ૪પ૦૦ ઉપર વીકલી બંધ ન આપે ત્યાં સુધી લેણ કરવાની ઉતાવળ ના કરવી.
કોટન: સારા માઇક, સ્ટાન્ડ‌ર્ડ‌ રૂમાં કોટન શકંર ગાંસડીનો ભાવ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં ૪૮૦૦૦ થી પ૦૦૦૦ અને નબળઉ ચોમાસુ હોય તો ૬૦૦૦૦ થવાની સંભાવના છે.
તેલિબીયા : તેલીબીયામાં સોયાબીનમાં આગ ઝરતી તેજી છે, રાયડો સોયાબીન બદલો ૧૧૦૦ થયો છે. જે વધીને ૧૩૦૦-૧પ૦૦૦ થવાની પુરેપુરી શક્યતા જણાઇ છે.