• Gujarati News
  • વાલાગોટામાં બે સહેલીઓ સાથે દુષ્કર્મનો પ્રયાસ

વાલાગોટામાં બે સહેલીઓ સાથે દુષ્કર્મનો પ્રયાસ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. દાહોદ
લીમખેડાના વાલાગોટામાં બે યુવકોએ બે સહેલીઓને રાત્રે બોલાવી શારિરીક છેડછાડ કરતાં યુવતીઓની બુમાબુમથી બન્ને ફરાર થઇ ગયા હતાં. લીમખેડાના વાલાગોટામાં રહેતાં ભવાન
પણદાએ રાતે પાડોશમાં રહેતી એક યુવતીને તેના પતિનો ફોન આવ્યો હોવાનું કહીને જગાડી હતી. રાત હોવાથી યુવતી તેની સહેલીને સાથે લઇને વાત કરવા ગઇ હતી. ત્યારે ભવાન બંનેને એક તરફ સુનકારમાં લઇ ગયો હતો. ગામનો કનકસિંહ પણદા પણ ત્યાં ધસી આવ્યો હતો. આ બંને યુવકોએ ભેગા મળીને યુવતીઓ સાથે શારીરિક છેડતી શરૂ કરીને બીભત્સ માગણી કરી હતી. યુવતીઓએ વિરોધ કરતાં બંને દ્વારા તેમની સાથે જબરજસ્તી કરાઇ હતી. આથી યુવતીઓએ બૂમાબૂમ કરતાં બંને ફરાર થઇ ગયા હતાં. એક યુવતીની ફરિયાદના આધારે રણધિકપુર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.