• Gujarati News
  • પાદરા તાલુકાના આંતિ ગામે મધરાતે ~૩ લાખની તસ્કરીશનિવારની મોડીરાતે તસ્કરોએ તરખાટ મચાવ્યો

પાદરા તાલુકાના આંતિ ગામે મધરાતે ~૩ લાખની તસ્કરીશનિવારની મોડીરાતે તસ્કરોએ તરખાટ મચાવ્યો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. પાદરા
પાદરા તાલુકાના આંતિ ગામે ઘરના નકુચા તોડીને પ્રવેશ કરી તિજોરી અને પેટીમાંથી રોકડ અને દાગીના
કુલ ~૩ લાખ ૩૧ હજારના મુદ્દામાલની ચોરી કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોચીને ડોગ સ્કો‌ર્ડ‌ અને એફએસએલ બોલાવીને તપાસ શરૂ કરાવી છે. આ બનાવ બનતાં સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામેલ છે.
મળતી માહિ‌તી અનુસાર, પાદરા તાલુકાના સાધી રોડ ઉપર આવેલા આંતિ ગામના તળાવની બાજુમાં ગુલામ ઝબ્બાર
મોટાજીનું ઘર છે. જેમાં શનિવારની મોડી રાત્રે ૩ કલાકથી આસપાસ ઘરના પાછલા ભાગેથી ઘરફોડીયા ચોરોએ નકુચા તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. જેમાં ઘરમાં સુતેલા તેમના પુત્રના રૂમમાં સદસ્યો સુતા હતાં. જ્યાં મુકેલી તિજોરી તોડીને
ફંફોસી સોનાના દાગીના અંદાજીત કિંમત ~૧.૧પ લાખના તથા નજીક મુકેલી પતરાની પેટીમાં રોકડા ~૨.૧૧ લાખની તથા એક મોબાઇલ કિંમત ~પ૦૦ મળી કુલ ~૩.૩૧ લાખનો કુલ રોકડ સહિ‌ત મુદ્દામાલની ચોરી ઘરફોડીયાઓએ ધાપ મારી હતી.
આ બનાવની જાણ પાદરા પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.કે.ગુર્જરને થતા તેઓ પોલીસ સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતાં.
અને તમામ માહિ‌તી એકત્ર કરીને ગુનો નોંધી ર્ડોગ સ્વો‌ર્ડ‌ તથા એફએસએલને બોલાવીને તપાસ શરૂ કરી છે. આમ પાદરા તાલુકામાં છેલ્લા એક વર્ષમાં વડુ, મુવાલ, પાદરા, રણું, આંતિ, મોભા રોડ વગેરે સ્થળોએ થયેલી ચોરીઓનો ભેદ આજદિન સુધી ભેદ ઉકેલાયો નથી. ત્યારે પાદરા અને વડુ પોલીસ સ્ટેશનમાં
અપુરતા સ્ટાફને કારણે આ પ્રકારની ઘટનાઓ વારંવાર થઇ રહ્યો છે ત્યારે સરકાર પોલીસ સ્ટાફ વધારે અને પ્રજાને પુરતી સુરક્ષા પુરી પાડે તેવી લોક માંગ ઉઠવા પામી છે.