• Gujarati News
  • ગોધરામાં ૧૩ કેન્દ્રીય દળ, ફદડ તૈનાત રહેશેતકેદારીરાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ શરૂ : ૨૩૮ સંવેદનશીલ

ગોધરામાં ૧૩ કેન્દ્રીય દળ, ફદડ તૈનાત રહેશેતકેદારીરાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ શરૂ : ૨૩૮ સંવેદનશીલ સહિ‌તના ૧૨૩૪ મતદાન મથકો પર નજર રહેશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.ગોધરા
ગોધરા લોકસભા બેઠકમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પ્રક્રિયા સંપન્ન થાય તે માટે પોલીસ તથા વહિ‌વટી તંત્ર દ્વારા જરૂરી કામગીરી આટોપી દેવામાં આવી છે. ૨૩૮ સંવેદનશીલ સહિ‌તના ૧૨૩૪ મતદાન બુથ ઉપર સીપીએમએફ, એસઆરપી સહિ‌તની ૧૩ સેન્ટ્રલ ફો‌ર્સની કંપનીઓ ખડેપગે તૈનાત રાખવામાં આવશે. તેમજ સ્ટેટીક સર્વેલન્સ ટીમ, ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.
અત્યંત સંવેદનશીલ ગણાતા ગોધરા લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને વહીવટી તથા પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. આચાર સંહિ‌તા તથા જાહેર નામાનો કડક અમલ કરાય થાય ઉપરાંત મતદારોને આકર્ષવા તથા પ્રલોભન માટે દારૂ, રૂપિયાની લેવડ દેવડ રોકવા માટે જરૂરી ટીમોની રચના કરવામાં આવી છે. તેમજ કેટલાક મતદાન બુથ પર મારામારી સહિ‌તની ઘટનાઓમાં હથિયારોનો પણ ઉપયોગ થતો હોવાનુ નકારી શકાય નહી. જેના ભાગરૂપે જિલ્લા ચૂંટણી અધિકારી, કલેક્ટર તથા જિલ્લા પોલીસ વડા દ્વારા આગોતરું આયોજન કરી ફ્લાઇંગ સ્કવોડ તથા સર્વેલન્સ ટીમ દ્વારા ચેકીંગ કરવામાં આવી રહ્યુ છે. બીજી તરફ મતદાનના દિવસે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વહીવટી તંત્ર દ્વારા આગોતરૂ આયોજન કરવામાં આવી રહ્યુ છે. લોકસભાની બેઠકમાં ૨૩૮ જેટલા ક્રિટીકલ બુથ જાહેર કરાયા છે. આ સાથે નાઇટ પેટ્રોલીગ અને કોમ્બીંગની સઘન કામગીરી થઇ રહી છે. આ ઉપરાંત કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે ૧૧ જેટલી સીપીએમએફ ફો‌ર્સની કંપનીઓ જુદી જુદી જગ્યાએ ફ્લેગ માર્ચ કરવાની સાથે પોલીસ વિભાગ અનુસાર ૧૨૩૪ બુથ અને ૮૯૧ બિલ્ડીંગમાં પુરતા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અત્રે નોંધનીયછેકે, પંચમહાલ તથા મહિ‌સગાર જિલ્લામાં આવેલા પોલીસ સ્ટેશનોના સ્ટાફ, કર્મચારી, સર્વેલન્સ સ્ટેટીક ટીમ તથા ફ્લાઇંગ સ્ક્વોડની ટીમ ફરજ બજાવશે. આ ઉપરાંત હથિયારધારી હોમગા‌ર્ડ‌ ફરજ બજાવવાની સાથે શિફ્ટ વાઇઝ વાહન ચેકિંગ કરશે. ઉપરાંત સર્વેલન્સ સ્ટેટીક ટીમ, ફ્લાઇંગ સ્ક્વોડની રચના કરવામાં આવી છે.જેમાં હથિયારધારી જવાનો સાથે ચેકપોસ્ટ નાકાબંધી કરી ઘનિષ્ઠ પેટ્રોલિંગ ઉપરાંત ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ છે. તેમજ તમામ પોઇન્ટનું રાઉન્ડ ધી ક્લોક ચેકિંગ હાથ ધરાનાર છે.