• Gujarati News
  • બોગસ ચેકથી સુરત પાલિકાના બેંક ખાતામાંથી ~૨પ લાખની ઉચાપતૃચ્ ’

બોગસ ચેકથી સુરત પાલિકાના બેંક ખાતામાંથી ~૨પ લાખની ઉચાપતૃચ્/’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. સુરત
સુરત મહાનગરપાલિકાના બેંક ઓફ બરોડાના કરન્ટ એકાઉન્ટમાંથી ત્રણ ઇસમોએ અલગ અલગ બોગસ ચેક બનાવી કુલ રૂ. ૨પ.પ૯ લાખની ઉચાપત કરી છે. બેંકના એકાઉન્ટ નંબર સાથેના બોગસ ચેક બનાવી મુંબઈ, અમદાવાદ અને ભાવનગરની ત્રણ અલગ અલગ બેંકોના ખાતામાં ચેક જમા કરાવાયા અને પછી નાનપુરાની શાખામાં આ ચેકની ઇમેજ આવતા બેંકે ચેક પાસ કરી દીધા હતા. એકાએક જ ખાતામાંથી રૂપિયા કારણ વગર જ ડેબિટ થઈ જતાં પાલિકાના અધિકારીઓએ બેંકનો સંપર્ક કર્યો ત્યારે ઠગાઈની ઘટનાની ખબર પડી હતી.
અઠવા પોલીસના જણાવ્યા અનુસાર, બીઓબીની નાનપુરા શાખાના મેનેજર ભરતકુમાર જયસિંહ સોની ((રહે. બરોડા સન ટાવર, પાંજરાપોળની સામે, ઘોડદોડ રોડ))એ ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, તા. ૪થી ફેબ્રુઆરીથી તા. ૧૮મી ફેબ્રુઆરીના સમયગાળા દરમિયાન મનોજ ટેલર ((રહે. નવારે આર્કેડ-બી, અંબરનાથ, મુંબઈ)), નીતિન આર. શાહ ((રહે. નંદનવન પાર્ક, સેક્ટર-૩૬, નવી મુંબઈ)) અને વિશાલ આર. ગુપ્તા ((રહે. ગોલે બિલ્ડિંગ, સાકીનાકા, અંધેરી, મુંબઈ)) નામના ઇસમોએ મહાનગરપાલિકાને એલોટ કરેલી ચેકબુક્સના નંબરવાળા બોગસ ચેક બનાવ્યા હતા. જેમાંથી નીતિન શાહે રૂ. ૮.૯૨ લાખ, મનોજ ટેલરે રૂ. ૭.પ૭ લાખ અને વિશાલ આર. ગુપ્તાએ ૯.૧૦ લાખનો ચેક અનુક્રમે અમદાવાદની એસબીઆઇ, ભાવનગરની બેંક બિકાનેર અને બેંક ઓફ આંધ્રામાં જમા કરાવાયા હતા. ચેકની કોપી સ્કેન થઈને બીઓબીની નાનપુરા શાખામાં આવતા તે ચેક પાસ કરી દેવાયા હતા. પાલિકાના હિ‌સાબોમાં ગરબડી થતાં બેંકનો સંપર્ક કર્યા બાદ ઠગાઈની ખબર પડી હતી. બનાવ અંગે અઠવા પોલીસે ત્રણ ઇસમો સામે ઠગાઈનો ગુનો નોંધ્યો છે. વધુ તપાસ પીઆઈ ડી. ડી. સોઢા કરી રહ્યા છે.વિશાલ આર. ગુપ્તા નામના ઇસમે મુંબઈની આંધ્રા બેંકમાં એકાઉન્ટ ખોલ્યું હતું. આ બેંકમાં તેણે સુરત પાલિકાના નામનો બોગસ ચેક જમા કરાવ્યો છે, સ્કેન કરીને પાલિકાના કરંટ એકાઉન્ટ ધરાવતી સુરતના નાનપુરાની બેંક ઓફ બરોડામાં આવ્યો. બેંકે ચેક પાસ કર્યો એટલે મુંબઈની બેંક ઓફ આંધ્રાના ખાતામાં રૂપિયા જમા થઈ ગયા હતા. આવી જ રીતે નીતિન આર. શાહે બેંક ઓફ બિકાનેરની ભાવનગરની શાખામાં રૂપિયા જમા લીધા હતા. આ ત્રણેય ખાતાઓમાંથી તરત જ રૂપિયા ઉપાડી પણ લેવાયા હતા.