• Gujarati News
  • ગોધરાના માર્ગો પર ભાજપની વિશાળ સ્કૂટર રેલી યોજાઇ

ગોધરાના માર્ગો પર ભાજપની વિશાળ સ્કૂટર રેલી યોજાઇ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ગોધરા
ગોધરામાં શનિવારની સાંજે માર્ગો ઉપર ભાજપની સ્કૂટર રેલી
યોજાઇ હતી.કાર્યાલયથી મોટી સંખ્યામાં યુવાનો અબકી બાર મોદી સરકારના ગગનભેદી જયનાદ
સાથે જોડાતાં નગરમાં આકર્ષણ જન્માવ્યુ હતુ.
આગામી તા.૩૦મીના રોજ યોજાનાર લોકસભાની ચૂંટણીના આડે ગણતરીના દિવસો બાકી રહેતાં ધીરેધીરે પંચમહાલ જિલ્લામાં રાજકીય પક્ષો દ્વારા પ્રચારકાર્ય વેગીલું બનાવ્યું છે.ત્યારે ભાજપાએ પણ મતદારોને રીઝવવા માટે
વિવિધ તરકીબો અજમાવી રહ્યા છે.અગાઉ જાહેર પ્રચાર સભાની સાથે ઘેરઘેર ફરીને મતદારોને અપીલ કરાઇ રહી છે.શનિવારે ગોધરામાં ભાજપા દ્વારા સ્કૂટર રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
નમતી સાંજે પાંચ કલાકે પાંજરાપોળ વિસ્તારના કાર્યાલય પાસે યુવાનો એકત્રિત થયા હતા.
ભગવી ટોપી,ખેસમાં સજ્જ યુવાનોની નીકળેલી રેલીમાં આગળ ભાજપાના જીતની અપીલ કરતા
ગીતો વાગતા ડીજીની પાછળ મોટી સંખ્યામાં જુદા જુદા વો‌ર્ડ‌માંથી પક્ષના સમર્થકો જોડાયા હતા.રેલી એલઆઇસી માર્ગ,વિશ્વકર્મા ચોક,સોની વાડ,શહેરા ભાગોળ,બાવાની મઢી સહિ‌તના વિસ્તારોમાં થઇને આગળ ધપતી અબકી બાર મોદી સરકારના ગગનભેદી જયઘોષથી વાતાવરણ ગૂંજી ઉઠયુ હતુ.આ દરમ્યાન જિલ્લા પ્રમુખ તથા પાલિકાના સભ્યો તથા હોદ્દેદારો જોડાયા હતા.