• Gujarati News
  • હાલોલના રવાલીયામાં ૩ મકાનના વાડામાં આગ લાગતાં દોડધામ

હાલોલના રવાલીયામાં ૩ મકાનના વાડામાં આગ લાગતાં દોડધામ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.હાલોલ
હાલોલ તાલુકાના રવાલીયા ગામના પરમાર ફળીયામાં ગત શુક્રવારની રાત્રિએ ત્રણ મકાનોના વાડામાં કોઇ અગમ્ય કારણોસર આગ લાગી હતી. જેમાં ઘાસના પૂળા અને પરાળ બળીને ખાખ થઇ જતાં ~૪૦ હજારનું નુકસાન થયાનો અંદાજ મૂકાયો છે. સેવા સદનના લાશ્કરો દ્વારા જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી.
હાલોલના રવાલીયા ગામના પરમાર ફળીયામાં રહેતા હિંમતભાઇ પરમાર, રમેશભાઇ પરમાર તથા બાબરભાઇ પરમારના એક લાઇનમાં આવેલ મકાનના વાડામાં મુંગા પશુઓ માટેનું આખા વર્ષનું પરાળ અને મકાઇના પૂળાનો સંગ્રહ કરી રાખ્યો હતો. સંગ્રહ કરેલ આ ઘાસમાં કોઇ અગમ્ય કારણોસર રાત્રિના ત્રણ વાગ્યાના અરસામાં આગ લાગી હતી. નસીબજોગ રાત્રિના આગની જાણ થતાં ગામ લોકોએ હાથ વગા સાધનોથી આગને કાબૂમાં લેવા માટેના પ્રયાસો કર્યા હતા.
પરંતુ સુકા ઘાસને લઇને આગ કાબૂ બહાર જતાં પંચાયતના સરપંચ દ્વારા હાલોલ સેવાસદનના ફાયર વિભાગને જાણ કરતા લાશ્કરો વીજળીક ગતિથી રવાલીયા ગામે ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ચાર કલાકની પાણીનો મારો ચલાવ્યા બાદ આગ કાબૂમાં આવી હતી.આગથી ~૪૦ હજારનું નુકસાન થયાનો અંદાજ મુકવામાં આવે છે. જોકે આગની
જવાળાઓ એટલી ઉંચે હતી કે તેને લઇને તાડના ૪ વૃક્ષોને પણ ઝાળ લાગી હતી. આગમાં પશુઓ
માટેનો વર્ષનો ખોરાક બળી
ગયો હતો.