• Gujarati News
  • એમપીની ગેંગે બેંગલોરમાં ૪ની હત્યા કર્યાની શંકા

એમપીની ગેંગે બેંગલોરમાં ૪ની હત્યા કર્યાની શંકા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ. પ્રકાશ-પંકજ સોની સહિ‌ત સોની પાસેથી ખંડણી વસૂલનારી મધ્યપ્રદેશની ગેંગે કર્ણાટકમાં આતંક મચાવ્યો હોવાની વિગતો ખૂલી છે. ગેંગે બેંગલોરમાં એક ઝવેરીની લૂંટના ઈરાદે હત્યા કર્યાની કબૂલાત આપી છે પરંતુ આ જ પ્રકારે બેંગલોરમાં અન્ય ચાર લોકોની લૂંટના ઈરાદે થયેલી હત્યામાં આ જ ગેંગની સંડોવણી હોવાની શંકા છે. જેની તપાસ માટે બેંગલોર પોલીસે ક્રાઈમબ્રાંચને તમામ કેસની વિગતોની માહિ‌તી આપી છે.
ક્રાઈમબ્રાંચે મધ્યપ્રદેશના મુરેનામાં ઓપરેશન કરી મનીષ ગોસ્વામી સહિ‌તની ગેંગને ઝડપી પાડી હતી. અમદાવાદમાં કુલ કેટલા સોનીઓને ધમકી આપી ખંડણી વસૂલી છે તે દિશામાં પણ પોલીસ હાલમાં તપાસ કરી રહી છે. ક્રાઈમબ્રાંચને જાણકારી મળી છે કે, આ ગેંગનું નેટવર્ક મધ્યપ્રદેશ, ગુજરાત ઉપરાંત બેંગલોરમાં પણ ફેલાયેલું હતું.