• Gujarati News
  • વસ્તડી પાટિયા પાસે ટ્રક ડમ્પર વચ્ચે અકસ્માત : ત્રણનાં મોત

વસ્તડી પાટિયા પાસે ટ્રક-ડમ્પર વચ્ચે અકસ્માત : ત્રણનાં મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. સુરેન્દ્રનગર
લીંબડી નેશનલ હાઇવે પર આવેલા વસ્તડીનાં પાટિયા પાસે ગુરૂવારની રાત્રિના સમયે ટ્રક અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જા‍યો હતો. અકસ્માતમાં ઘટના સ્થળે એકનું મોત થયુ હતું. જ્યારે અન્ય બે અજાણ્યા આંધ્રપ્રદેશના લોકોના પણ સારવાર દરિમયાન મોત થતા અરેરાટી ફેલાઇ હતી.
લીંબડી નેશનલ હાઇવે વસ્તડીના પાટીયા પાસે પૂરપાટ પસાર થઇ રહેલા ટ્રકના ચાલકે પૂરપાટ અને ગફલતભરી રીતે ચલાવીને આગળ રહેલા ડમ્પરના ઠાઠામાં ધડાકાભેર ઠોકી દેતા અકસ્માત સર્જા‍યો હતો. આ બનાવમાં ઘટના સ્થળે વાલજીભાઈ નામના શખ્સનું કમકમાટીભર્યુ મોત થયુ હતું. જ્યારે આ અકસ્માતમાં આંધ્રપ્રદેશના અન્ય બે અજાણ્યા લોકોને પણ ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે અમદાવાદ ખસેડાયા હતાં. પરંતુ આ બંને અજાણ્યા શખ્સોના પણ મોત થયાનું પોલીસસૂત્ર પાસેથી જાણવા મળ્યું છે.
બીજી તરફ લીંબડી નેશનલ હાઇવે અકસ્માતોનું ઝોન બનતા ગમખ્વાર અકસ્માતોની ઘટના વધી રહી છે. તેમાંય ખાસ કરીને પસાર થતા વાહનોની ઓવર સ્પીડીંગના કારણે વધુ અકસ્માત બનાતા હોવાનું ધ્યાને આવ્યું છે. ત્યારે વસ્તડીના પાટીયા પાસે પૂરપાટ આવતી ટ્રકે ડમ્પર પાછળ ઘૂસાડી દેતા અકસ્માતમાં ત્રણના મોત નિપજ્યા હતાં. આ બનાવ અંગે સાયલા તાલુકાના ઇશ્વરીયા ગામના સગરામભાઈ સોમાભાઈ રબારીએ જોરાવરનગર પોલીસે મથકે ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ અંગેનો ગુનો નોંધી વધુ તપાસ જી.કે.રાઠોડ ચલાવી રહ્યાં છે.