• Gujarati News
  • સાંઘી કંપનીએ ૃચ્ ’~૧૦૦ કરોડની ૃચ્ ’બદનક્ષીનો દાવો કર્યો

સાંઘી કંપનીએ ૃચ્/’~૧૦૦ કરોડની ૃચ્/’બદનક્ષીનો દાવો કર્યો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભૂજ. અબડાસા સ્થિત સાંઘી ઇન્ડસ્ટ્રીઝ લિ.સામે શેરની ગોલમાલ કર્યાના આરોપ મૂકતી ત્રણ ફરિયાદ નોંધાયા બાદ આ વિવાદમાં નવો વળાંક આવ્યો છે. બે ફરિયાદી વિરદ્ધ કંપનીએ રૂા.૧૦૦ કરોડની બદનક્ષીનો દાવો કરતી નોટિસ ફટકારી છે.
સાંઘી ઇન્ડસ્ટ્રીઝ લિ.એ તેમના વકીલ મારફત જટુભા એસ.રાઠોડ અને નટુભા એસ. રાઠોડને આઇપીસીની કલમ ૪૯૯ હેઠળ રૂા.૧૦૦ કરોડની બદનક્ષીની નોટિસ ફટકારી છે. આ બન્ને વ્યક્તિએ કંપની અને તેના ડિરેક્ટ‌ર્સ સામે છેતરપિંડી અને ઠગાઇની ફરિયાદ કરી છે. વધુમાં કંપનીએ જણાવ્યું કે, જટુભા અને નટુભાએ કરેલા આક્ષેપો તદ્ન ખોટા છે.