• Gujarati News
  • કોંગ્રેસના નેતાઓ ડરે છે

કોંગ્રેસના નેતાઓ ડરે છે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોંગ્રેસના નેતાઓ ડરે છે
ભાજપના પક્ષમાં આંધી ચાલી રહી છે. ૧૬ મેના રોજ ચૂંટણી પરિણામો આવ્યા બાદ કોંગ્રેસના મોટા નેતાઓની જગ્યા ક્યાં હશે તે વિચારથી તેઓ ડરે છે. મોદીનો રસ્તો રોકવા માટે કેટલાક આંદોલન કરનારા પક્ષો સાથે કાવતરાં ઘડી રહ્યાં છે. કોંગ્રેસ અને યુપીએ તો ઘણાં રાજ્યોમાં ખાતું પણ નહીં ખોલી શકે.
દેશમાં અત્યાર સુધી થયેલા મતદાને ભાજપ સરકાર બનવાનો પાયો નાખી દીધો છે. કોંગ્રેસની કેન્દ્ર સરકારની નબળી નીતિઓના કારણે પાકિસ્તાની સૈનિકોની હિંમત એટલી વધી ગઈ કે આપણા સૈનિકોના માથાં કાપીને લઈ ગયાં. મનમોહનસિંઘ સરકાર પાકિસ્તાનની હરકતનો જડબાતોડ જવાબ સુદ્ધાં નથી આપી શકતી.