• Gujarati News
  • ભવિષ્ય પર નજર રાખવી સારા મેનેજમેન્ટની નિશાની છે

ભવિષ્ય પર નજર રાખવી સારા મેનેજમેન્ટની નિશાની છે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થમ પોઈન્ટ : વલ્‌ર્ડ‌ મટિરિયોલોજિકલ ઓર્ગેનાઈઝેશન ((ડબલ્યુએમઓ))નું ક્ષેત્રીય સંગઠન છે, સાઉથ એશિયન ક્લાઈમેટ આઉટલૂક ફોરમ. જેમાં આઠ દેશો છે. આ તમામ દેશોમાં હવામાન એકસરખું છે. આ સંગઠને બુધવારે ચેતવણી ઉચ્ચારી છે કે ભારતમાં ચાલુ વર્ષે સામાન્ય કે તેના કરતાં ઓછો વરસાદ પડશે. હવામાનની વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલી આ પ્રથમ ભવિષ્યવાણી છે.
બીજો પોઈન્ટ : ખેતી કરતાં લોકો માટે આ ભવિષ્યવાણી સારી નથી. તેમાં પણ જ્યારે ઉનાળાની સિઝનમાં કમોસમી વરસાદને કારણે ડુંગળીનો ૪૦ ટકા પાક નાશ પામ્યો હોય. ગયા વર્ષે પણ ડુંગળીના ઓછા ઉત્પાદનને કારણે તેના ભાવ આભને આંબી ગયા હતા. જોકે ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે વધુ વિસ્તારમાં ડુંગળીની વાવણી થઈ છે, તેમ છતાં કમોસમી વરસાદને કારણે આ વખતે પણ ડુંગળીના ભાવ વધવાની આશંકા છે.
ત્રીજો પોઈન્ટ : મુંબઈમાં મેટ્રો રેલનું કામ સંપૂર્ણપણે એક ખાનગી કંપનીને સોંપાયું છે. આઝાદ ભારતમાં કદાચ આવું પ્રથમ વખત થઈ રહ્યું છે. જોકે ચૂંટણીને કારણે મેટ્રોનું ઉદ્ઘાટન ખોરંભાયું છે. કંપનીને અગાઉ આશા હતી કે ૨૦૧૪ સુધી તે મુંબઈ મેટ્રોનો પ્રથમ તબક્કો પ્રજા માટે ખુલ્લો મૂકી દેશે. જોકે કંપનીને એ સમયે કોઈએ એવી સલાહ આપી નહીં હોય કે આ સમય ૧૬મી લોકસભા ચૂંટણીનો હોઈ શકે છે. જેને કારણે તેના પ્રોજેક્ટમાં મોડું થઈ શકે છે. અગાઉ કંપની અને રાજ્ય સરકાર મેટ્રોની ટિકિટનો ભાવ વધુ રહેશે એ બાબતે રાજી હતા, પરંતુ હવે ચૂંટણીને અનુલક્ષીને રાજ્ય સરકાર તેની મંજૂરી આપતી નથી. આ ઉપરાંત ચાલુ વર્ષના અંતમાં મહારાષ્ટ્ર વિધાનસભાની પણ ચૂંટણી છે. આથી સરકાર જોખમ લેશે નહીં. અહીં મેટ્રો કંપની બંને બાબતોમાં ભવિષ્યનું આકલન કરવામાં નિષ્ફળ રહી છે.
ચોથો પોઈન્ટ : બેન્કોએ છેલ્લા કેટલાક સમયમાં દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રને આંખ મીંચીને ધીરાણ આપ્યું છે. કદાચ લોન આપતાં સમયે વધુ વિચારાયું નહીં હોય. હવે કંપનીઓ લોન ચૂકવવામાં મોડું કરી રહી છે. દેશમાં લગભગ તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ સમયમર્યાદા ચૂકી ગયા છે. તેનું કારણ સરકારમાંથી મળતી અનેક પ્રકારની મંજૂરીઓમાં વિલંબ છે. પાંચમો પોઈન્ટ : વર્ષ ૨૦૨૦ સુધી દેશની લગભગ ૬૦ ટકા વસતી કામકાજને લાયક થઈ જશે. જોકે આ દરેકને માટે નોકરીઓ નહીં હોય. દરેક શ્રેણીમાં માત્ર એવા લોકોને જ નોકરી મળી શકશે જે સર્વશ્રેષ્ઠ છે. આથી આપણે સૌને માટે એ જરૂરી છે કે આગામી પેઢીને કોઈને કોઈ કૌશલ્ય શીખવાડીએ. કેરળ અને ઓડિશાએ આ દિશામાં કામ શરૂ કરી દીધું છે. કેરળમાં હાયર સેકન્ડરી અને અંડરગ્રેજ્યુએટ લેવલે એડવાન્સ્ડ સ્કિલ એક્વિઝિશન પ્રોગ્રામ શરૂ કરાયો છે. ઓડિશાએ પણ રાજ્યના તમામ જિલ્લા રોજગાર કેન્દ્રોને કરિયર ડેવલપમેન્ટ સેન્ટર બનાવી દીધા છે.
ફંડા એ છે કે, કૃષિથી માંડીને ઉદ્યોગ સુધી અને વ્યક્તિથી માંડીને સરકાર સુધી સૌને માટે ભવિષ્યની સ્થિતિ પર નજર રાખવી અત્યંત જરૂરી છે. તેનાથી વિપરીત પરિસ્થિતિનો સામનો કરવામાં મદદ મળે છે.