• Gujarati News
  • મારામારીના ૃચ્ ’કેસમાં પિતા પુત્રને ૃચ્ ’ત્રણ વર્ષની કેદ

મારામારીના ૃચ્/’કેસમાં પિતા-પુત્રને ૃચ્/’ત્રણ વર્ષની કેદ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. નડિયાદ
કપડવંજ તાલુકાના ખડોલ ગામે આવેલ ખીમજીના મુવાડામાં રઈજીભાઈ અરજણભાઈ વાઘેલા રહે છે. તેઓ તા. ૭ સપ્ટેમ્બર ૨૦૧૩ના રોજ સાંજના પ કલાકે ખેતરમાંથી પોતાના ઘરે આવતા હતા. તે વખતે સીમમાંથી પસાર થતી નદી નજીક ગામના શનાભાઈ વાઘેલા તથા તેમના દિકરા મનસુખભાઈ વાઘેલાએ અગાઉ થયેલ ઝઘડાની રીસ રાખી તેમની સાથે ઝઘડો કર્યો હતો. આ વખતે શનાભાઈએ પોતાના ખિસ્સામાંથી ચપ્પુ કાઢી રઈજીભાઈને જમણા હાથાના કાંડા ઉપર મારી ઈજાઓ પહોંચાડી હતી. આ બનાવ સંદર્ભે રઈજીભાઈ વાઘેલાએ કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશને શનાભાઈ વાઘેલા તથા મનસુખભાઈ વાઘેલા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે અંગેની ચાર્જશીટ કપડવંજની કો‌ર્ટમાં રજૂ કરી હતી. જે અંગેનો કેસ કપડવંજ કો‌ર્ટના ન્યાયાધિશ બી.આર.રાજપૂતની કો‌ર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ કે.એ.સુથારની દલીલો તથા પુરાવાઓ ધ્યાને લઈ તકસીરવાર ઠેરવી ત્રણ વર્ષ સખત કેદની સજા તથા દરેકને ~પ હજારનો દંડ ભરવાનો હુકમ કર્યો હતો.