• Gujarati News
  • ચૂંટણી આચાર સંહિ‌તાના પગલે ૃચ્ ’વેપારીઓને લેવડદેવડમાં હાલાકીબોડેલીમાં નાના મોટા વેપારીઓને ના

ચૂંટણી આચાર સંહિ‌તાના પગલે ૃચ્/’વેપારીઓને લેવડદેવડમાં હાલાકીબોડેલીમાં નાના-મોટા વેપારીઓને નાણાકીય વ્યવહારમાં અડચણ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . બોડેલી
ચૂંટણી આચાર સંહિ‌તાની અસર બોડેલીના નાના-મોટા વેપારીઓ પર પણ જોવા મળી રહી છે. કેમ કે ધંધાકીય લેવડ-દેવડનો નાણાંકીય વ્યવહાર ચૂંટણી સુધી લગભગ સ્થગિત કરી દેવાતા તેની અસર માર્કેટ પર જોવા મળી રહી છે.
ચૂંટણી આચાર સંહિ‌તાનું કડક હાથે કામ લેવા ઠેર-ઠેર જાહેર માર્ગો પર આવતી જતી ગાડીઓનું ઘનિષ્ઠ ચેકિંગ હાથ ધરાઇ રહ્યું છે. જો કે ચૂંટણીમાં વપરાતા નાણાં અને દારૂ હજી હાથ લાગ્યો નથી પણ તેનાથી વેપારીઓ ફફડી ઉઠયાં છે. મોટી લેવડ-દેવડ હાલ સ્થગિત કરી દેવાઇ છે.
બોડેલીના આંગડીયા પેઢીવાળા વેપારીઓની નાની-મોટી રકમ હવાલા મારફતે અન્ય શહેરોમાં લાવતા અને પહોંચાડતા હોય છે પણ હાલ આંગડીયામાં ઘણા દિવસથી લેવડ-દેવડ બંધ છે. તેથી આંગડીયા બંધ હાલત જેવા છે. વડોદરા-છોટાઉદેપુર જિલ્લાનું મહત્ત્વનું વેપારી મથક બોડેલી હાલ આચાર સંહિ‌તા અને મંદીનો માર બેઠી રહ્યું છે. નાણાંકીય વ્યવહારો અટવાયા છે.
બોડેલીના વેપારીઓ ચૂંટણી પ્રક્રિયા વ્હેલી પૂરી થાય તેની વાટ જોઇ રહ્યાં છે. હાલ લગ્નની સીઝન પૂરજોશમાં છે. તેવા સમયે લેવડ-દેવડ જોઇ વિચારીને વેપારીઓ કરતા હોય છે. બોડેલી તરફના તમામ માર્ગો પર હાલ ચૂંટણી અધિકારીઓનું ઘનિષ્ઠ ચેકિંગ ચાલી રહ્યું છે. આવતી-જતી કાર કે અન્ય વાહનોને થોભાવીને તપાસીને તેમના નામ-સરનામા અને વાહનનો નંબર લખીને જવા દેવાય છે. આવા સમયે વેપારીઓએ રોકડ વ્યવહાર થંભાવી દીધો છે.
પૂરતા કાગળો હોય તો પણ અધિકારીઓની કનડગતથી બચવા થોભો અને રાહ જોવો’ની નીતિ બોડેલીના વેપારીઓ અપનાવી રહ્યાં છે. વેપારીઓ ભયભીત છે પણ ચૂંટણીમાં બેફામ થતા ખર્ચા માટેની નાણાંની હેરાફેરી પકડાતી નથી કે દારૂનો જથ્થો હજી સુધી પકડાયો નથી.