• Gujarati News
  • ડેરીના પૂર્વ ડિરેકટર સહિ‌ત પ૦ કોંગી કાર્યકરો ભાજપમાં જોડાયાં

ડેરીના પૂર્વ ડિરેકટર સહિ‌ત પ૦ કોંગી કાર્યકરો ભાજપમાં જોડાયાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા : લોકસભાની ચૂંટણી પહેલાં સાવલી તાલુકા કોંગ્રેસના પાંચ આગેવાનો તેમજ પ૦ જેટલાં કાર્યકરો બરોડા ડેરીના પૂર્વ ડિરેકટર નિયો પટેલની આગેવાની હેઠળ ભાજપમાં જોડાતાં સાવલીમાં કોંગ્રેસને વધુ એક ફટકો પડયો છે. બુધવારે મંજુસર ખાતે વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતિષ પટેલ અને ધારાસભ્ય કેતન ઇનામદારની ઉપસ્થિતિમાં યોજાયેલા સંમેલનમાં બરોડા ડેરીના પૂર્વ ડિરેકટર નિયો પટેલ, સાવલી એપીએમસીના ડિરેકટર ભરત પટેલ તેમજ આગેવાનો સુધીર પટેલ, પંકજ પટેલ, સુરેશ પટેલ, અશોક પટેલ અને બકો પટેલ સહિ‌ત પ૦ જેટલાં કાર્યકરોએ કેસરિયો ખેસ ધારણ કરી ભાજપમાં પ્રવેશ મેળવ્યો હતો. જેના પગલે સાવલી કોંગ્રેસમાં વધુ એક ગાબડું પડયું છે.