• Gujarati News
  • શાબાશ, આજ તુને મેરા નામ રોશન કિયાૃચ્ ’

શાબાશ, આજ તુને મેરા નામ રોશન કિયાૃચ્/’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એમપીની ગેંગનો લીડર વિશાલનો સાગરીત મનીષે ૧૯ વર્ષની ઉંમરે તેના સગા મામાના દીકરાનું અપહરણ કર્યુ હતું. ત્યારે તેના પિતાએ તેને શાબાશી આપતા કહ્યું કે, બેટા આજ તુને મેરા નામ રોશન કર દિયા’. ગુનાખોરીમાં પગરણ માંડવા અને ખૂંખાર બનવા માટે પિતાની આ પ્રેરણા જ મનીષ માટે કાફી હતી. છેલ્લે તેણે પોતાની ગેંગ પણ મધ્યપ્રદેશના કેટલાક લુખ્ખા તત્ત્વોને સાથે રાખી શરૂ કરી દીધી હતી. તાજેતરમાં નંદ જ્વેલ‌ર્સમાં લૂંટનો પ્લાન પણ મનીષે જ ઘડયો હતો. અને તેણે મનોમન વિચારી લીધુ હતું કે, વિશાલ લૂંટ કરી શકે તો પોતે કેમ નહીં જેથી તેણે જાતે જ લૂંટની યોજનાઓ બનાવવા માંડી હતી.