• Gujarati News
  • નાણાં પ્રજાનાં, પ્રચાર નેતાઓનો

નાણાં પ્રજાનાં, પ્રચાર નેતાઓનો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિલ સોસાયટીની એ સંસ્થાઓનાં વખાણ કરવા જોઈએ, જે સત્તામાં રહેલા રાજકીય પક્ષો દ્વારા સરકારી ખર્ચે પોતાનો પ્રચાર કરવાનો મુદ્દો સુપ્રીમ કો‌ર્ટમાં લઈને આવી છે. સુપ્રીમે પણ આ વાતને ગંભીર ગણીને પ્રજાનાં નાણાંનો દુરુપયોગ રોકવા માટે દિશા-નિર્દેશ તૈયાર કરવાની પહેલ કરી છે. તેને માટે ત્રણ વિશેષજ્ઞોની એક સમિતિ પણ બનાવવામાં આવી છે. આશા છે, સમિતિ નક્કી કરેલા ત્રણ મહિ‌નાના સમયગાળામાં પોતાની ભલામણો રજૂ કરી દેશે, જેનાથી ભવિષ્યમાં આ પ્રવૃત્તિ પર કાબૂ મેળવી શકાય. મુદ્દો એ છે કે, સરકારો ભલે ગમે તે પક્ષની હોય, પોતાની યોજનાઓ અને કાર્યક્રમોના પ્રચારના નામ પર જનસંચાર માધ્યમોમાં એવી ખર્ચાળ જાહેરાતો આપે છે, જેનો મૂળ હેતુ પોતાના પક્ષના નેતાઓનું મહિ‌મામંડન કરવાનો હોય છે. આવી
જાહેરાતોમાં એવા નેતાઓના ફોટા હોય જે કોઈ પ્રમુખ સરકારી પદ પર ન હોય, તેને કોઈ પણ દલીલથી કાયદેસર ઠેરવી શકાય નહીં. અરજીકર્તાઓની એ દલીલથી સહમત થવું જોઈએ કે આ બધો જ સરકારોનો મરજીપૂર્વકનો વ્યવહાર છે. સ્પષ્ટ છે, આ જાહેરાતોથી સત્તામાં રહેલા પક્ષો અને તેમના મુખ્ય નેતાઓને અનુચિત પ્રચાર મળે છે. તેનાથી એવા પક્ષો માટે અસમાન સ્થિતિ બને છે, જેઓ સરકારી ખજાનાનો આવો દુરુપયોગ કરવાની સ્થિતિમાં નથી. આથી એ દલીલ પણ વાજબી છે કે આવી જાહેરાત બંધારણની ધારા ૧૪નું ઉલ્લંઘન કરે છે, જેના અંતર્ગત કાયદાની સામે દરેક નાગરિકને એકસમાન માનવામાં આવ્યો છે. આપણાં દેશમાં અનેક બાબતોમાં અવરોધ અને સંતુલનની ઉચિત વ્યવસ્થા ન હોવાનો ગેરલાભ સત્તાધારી પક્ષો ઉઠાવતા રહ્યા છે. હવે છેલ્લા કેટલાક દાયકામાં નાગરિક સમાજ જાગૃત થયો છે એ સારી વાત છે.