• Gujarati News
  • @તમામ ૧૨ સેક્ટોરલ ઇન્ડેક્સમાં પણ ૧પ ટકાથી ૯૦ ટકાનો સુધારો

@તમામ ૧૨ સેક્ટોરલ ઇન્ડેક્સમાં પણ ૧પ ટકાથી ૯૦ ટકાનો સુધારો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેશ ત્રિવેદી . અમદાવાદ
સેન્સેક્સ ઐતિહાસિક સપાટી સર કરવા સાથે ૨૩૦૦૦ પોઇન્ટની સપાટીએ સ્પર્શવામાં હવે ગણતરીના પોઇન્ટ્સ ખૂટે છે. સેન્સેક્સની સાથે તમામ ૧૨ સેક્ટોરલ ઇન્ડેક્સમાં પણ ૧પ ટકાથી ૯૦ ટકા સુધીનો સુધારો જોવા મળ્યો છે. સ્મોલ અને મિડકેપ ઇન્ડેક્સ પણ ૪પ/૪૮ ટકા સુધર્યા છે. સૌથી વધુ સુધારો કન્ઝ્યુમર ડયુરેબલ્સ ઇન્ડેક્સમાં ૮૯.૯૨ ટકાનો નોંધાયો છે. ત્યારપછીના ક્રમે બેન્કેક્સ ((પ૪.૪૨ ટકા)) અને ઓટો ઇન્ડેક્સ ((૪૦.૪૧ ટકા)) રહ્યા છે. જ્યારે સૌથી ઓછો સુધારો આઇટી/ટેકનોલોજી ઇન્ડેક્સમાં ૧પ ટકા નોંધાયો છે. એફએમસીજી અને હેલ્થકેરના પણ આવા જ હાલ થયા છે. માર્કેટમાં સાર્વત્રિક ફુલગુલાબી તેજી ચાલી રહી છે. પરંતુ ૧૦૦માંથી ૭પ ટકા રોકાણકારો આજે પણ કકળાટ કરી રહ્યા છે કે, ગામ કમાઇ ગયું ને અમે રહી ગયા. તેનું પ્રતિબિંબ પાડતાં હોય તેમ કન્ઝ્યુમર ડયુરેબલ્સ, બેન્ક અને ઓટો ઇન્ડેક્સમાં સૌથી મોટો ઊછાળો નોંધાયો હોવા છતાં આ તમામ ઇન્ડેક્સ બેઝ્ડ સ્ક્રીપ્સમાં પણ મિશ્ર માહોલ જોવા મળ્યો છે. ટૂંકમાં કહેવાતા નિષ્ણાતો અને એનાલિસ્ટ્સ જે સેક્ટરમાં બૂમ-બૂમની વાતો કરતાં હતા તે આઇટી, ટેકનોલોજી, હેલ્થકેર અને એમફસીજીના શે‌ર્સમાં નીચા રિટર્નની બૂમાબૂમ થઇ રહી છે અને રિટર્ન નેગેટિવ મળવાની દહેશત વ્યક્ત કરાતી હતી તે બેન્ક્સ, ઓટો, મેટલ શે‌ર્સમાં ધરખમ રિટર્ન છૂટી રહ્યું છે.