• Gujarati News
  • દિલ્હીની સત્તા પરથી કોંગ્રેસને ઉતર્યા સિવાય છૂટકો નથીપાદરાના મુવાલ ખાતે નવજોત સિદ્ધુની જાહેરસ

દિલ્હીની સત્તા પરથી કોંગ્રેસને ઉતર્યા સિવાય છૂટકો નથીપાદરાના મુવાલ ખાતે નવજોત સિદ્ધુની જાહેરસભા યોજાઇ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. પાદરા
ભારતીય જનતા પાર્ટીના તેજાબી વક્તા નવજોતસિંહ સિદ્ઘુની જાહેરસભા પાદરાના મુવાલ ખાતે યોજાઇ હતી. જેમાં તેઓએ કોંગ્રેસ દ્વારા દેશને લૂંટવામાં આવેલ છેનું જણાવી કોંગ્રેસ સામે આક્રમક પ્રહાર કર્યા હતાં.
ભાજપના સ્ટાર પ્રચારક સિદ્ઘુની સભા પાદરાના મુવાલ ખાતે ભારે ભીડ વચ્ચે એક કલાક મોડી સભા યોજાઇ હતી. નવજોત સિદ્ઘુ સમયસર ચાર કલાકે હેલિકોપ્ટર દ્વારા સભાસ્થાનની પાછળ બનાવેલા હેલિપેડ ખાતે ઉતર્યા હતા. પરંતુ પ્રારંભમાં
મુવાલ ગામમાં ધાર્મિ‌ક પ્રસંગમાં લઇ જવાયા હતા.બાદમાં સાંજે પાંચ કલાકે સભાસ્થળે આવી
પ્રારંભથી જ પોતાની આગવી શૈલીમાં શેર-શાયરીથી સભાનો પ્રારંભ કર્યો હતો અને ગુજરાત સરદાર
પટેલનું છે, ગાંધીનું છે. હવે મોદીના નામથી ઓળખાશેનું જણાવતાં કાર્યકરોમા તાળીઓથી વધાવી લીધા હતાં.
નરેન્દ્ર મોદીને પાંચ વર્ષ સાથે ફરી કોઇ કોંગ્રેસને યાદ નહિ‌ કરે. કોંગ્રેસે અનેક ગોટાળા કરી દેશની પ્રજાને બેહાલ કરેલ છે ત્યારે દિલ્હીની સત્તા પરથી કોંગ્રેસને ઉતાર્યા સિવાય છૂટકો નથી તેમ તેમણે જણાવ્યું હતું. તેમના જોરદાર પ્રવચનમાં વચ્ચે વચ્ચે ઠોકો તાલીના તેમના ફેવરિટ શબ્દ પર લોકો ઉત્સાહિ‌ત થઇ જતા હતા. તેમને ઉપસ્થિત મતદારોને
આગામી ૩૦ તારીખે ભારે મતદાન કરવાનું જણાવ્યું હતું અને રેકો‌ર્ડ‌ બ્રેક મતોથી ભાજપ જીતે તેવું આહ્વાન કર્યુ હતું.
ભાજપની યોજાયેલી સભામાં સિદ્ધુને જોવા માટે લોકો ઉમટી પડયાં હતાં.